Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

શ્રાવણીયા જુગારના વધુ ૮ દરોડાઃ મકાન અને જાહેરમાં પત્તા ટીંચતા ૪૬ પકડાયા

એ-ડીવીઝન પોલીસે ૧૩, ભકિતનગર પોલીસે ૭, કુવાડવા પોલીસે ૬, પ્ર.નગર પોલીસે ૧૨ અને યુનિવર્સિટી પોલીસે ૭ની ધરપકડ કરીઃ ૨.૯૦લાખની રોકડ કબ્જે

રાજકોટ, તા. ૨૭ :. શહેરના અલગ અલગ વિસ્તારમાં શ્રાવણીયા જુગારના પોલીસે આઠ દરોડા પાડી ૪૬ પત્તાપ્રેમીઓને પકડી લીધા હતા. એ-ડિવીઝન, ભકિતનગર, કુવાડવા, યુનિવર્સિટી અને પ્ર.નગર તથા ક્રાઈમ બ્રાંચે મકાન અને જાહેરમાં દરોડા પાડી કાર્યવાહી કરી છે.

સરદારનગરમાં આવેલા પંચવટી એપાર્ટમેન્ટના ફલેટમાં જુગારધામ ચાલતુ હોવાની એ-ડિવીઝન પોલીસ મથકના પીએસઆઈ જે.એમ. ભટ્ટ સહિતના સ્ટાફે બાતમીના આધારે પંચવટી એપાર્ટમેન્ટ બ્લોક નં. ૮માં દરોડો પાડી ફલેટ માલિક હીરેન વિઠ્ઠલભાઈ ડાંગરીયા, મવડી ચોકડી રામેશ્વર પાર્ક શેરી નં. ૨ના દેવરાજ ભુરાભાઈ ડાંગરીયા, મવડી ચોકડી રાધેશ્યામ સોસાયટી શેરી નં. ૨ના જયેન્દ્ર રમેશભાઈ ઉર્ફે સુરેશભાઈ ડાંગરીયા, મવડી ચોકડી ન્યુ લક્ષ્મી સોસાયટી શેરી નં. ૩ના રવી કેશવજીભાઈ પાદરીયા, મવડી પ્લોટ વ્રજભૂમિ સોસાયટી શેરી નં. ૧ના મુકેશ જેન્તીભાઈ રૂદાણી, પંચવટી એપાર્ટમેન્ટના રોહીત શ્યામજીભાઈ પાઘડાર, શ્યામ પાર્ક શેરી નં. ૨માં ભાડે રહેતા ચીરાગ રમેશભાઈ ડાંગરીયા, સીતારામ ચોક અંબીકા ટાઉનશીપ લેન્ડમાર્ક બી/૨૦૨ના આશીષ ઘનશ્યામભાઈ અગોલા, એસ્ટ્રોન ચોક પંચવટી ફલેટ નં. ૮ના સાગર વીઠ્ઠલભાઈ કોટડીયા, મવડી અંબીકા ટાઉનશીપ બી/૨૦૨ના નીકુંજ તરૂણભાઈ અગોલા, મવડી ગામ આસમાન રેવન્યુ ફલેટમાં ભાડે રહેતા સાવન ધર્મેશભાઈ ડાંગરીયા, મવડી રોડ રામેશ્વર પાર્ક શેરી નં. ૧ના સાગર મનસુખભાઈ વસોયા અને હરીધવા મેઈન રોડ ભવનાથ શેરી નં. ૧ના ચંદ્રેશ રમેશભાઈ બાબીયાને પકડી લઈ રૂ. ૧,૯૦,૯૧૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઈ સી.જી. જોશીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ જે.એમ. ભટ્ટ, એએસઆઈ ભરતસિંહ હારૂનભાઈ, વિરેન્દ્રસિંહ, મૌલીકભાઈ, મેરૂભા, રામભાઈ, હરપાલસિંહ, સાગરદાનભાઈ અને જયરાજસિંહ દ્વારા કરવામાં આવી હતી.

જ્યારે બીજા દરોડામાં ક્રાઈમ બ્રાંચના એએસઆઈ ચેતનસિંહ, કોન્સ. કુલદીપસિંહને બાતમી મળતા પીઆઈ વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.જે. જાડેજા, એએસઆઈ ચેતનસિંહ, હિતેન્દ્રસિંહ, હેડ કોન્સ. ભરતસિંહ, મહેશભાઈ, શકિતસિંહ, સ્નેહભાઈ તથા કુલદીપસિંહ સહિતે દૂધસાગર મેઈન રોડ પર વિમાના દવાખાના સામે મોબાઈલ ફોનમાં આઈડી બનાવી તીનપત્તીનો જુગાર રમતા પ્રણવ મયુરભાઈ શાહ (રહે. સાંઈધામ સોસાયટી, દોઢસો ફુટ રોડ)ને પકડી લઈ મોબાઈલ તથા ટુ-વ્હીલર મળી રૂ. ૨૫ હજારની મત્તા કબ્જે કરી હતી.

કારખાનાની ઓરડીમાંથી  સાત શખ્સો પકડાયા

એંસી ફૂટ રોડ પર આંબલીયા એગ ઝોનવાળી શેરીમાં આવેલ કારખાનામાં જુગાર રમાતો હોવાની ભકિતનગર પોલીસ મથકના હેડ કોન્સ. રણજીતસિંહ પઢારીયા અને કોન્સ. મૈસુરભાઈને બાતમી મળતા કારખાનાની ઓરડીમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા વિજય લક્ષ્મણભાઈ ગોગરા (રહે. આહીર ચોક ગોપાલ પાર્ક શેરી નં. ૩) તથા હરીધવા રોડ જુનુ સુભાષનગર શેરી નં. ૫ના ધર્મેશ હસમુખભાઈ રાણપરીયા, ઘનશ્યામનગરના પરેશ ધનજીભાઈ સરવૈયા, ૧૫૦ ફૂટ રીંગ રોડ ન્યુ ઓમનગરના નરેન્દ્ર ભરતભાઈ વાઝા, હુડકો શેરી નં. ૩ કવાર્ટર નં. ૪૩ના ઉમંગ મહેશભાઈ દુધરેજીયા, રૈયા રોડ શિવપરા-૨ના હાર્દિકસિંહ ઉર્ફે હરકીશન દીલીપસિંહ ઉર્ફે રાજભા રાઠોડ તથા મવડી રોડ આસોપાલવ પાર્કના સંદીપ રમેશભાઈ ટાંકને પકડી લઈ રૂ. ૧૮,૩૪૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઈ જે.ડી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આર.જે. કામળીયા, હેડ કોન્સ. રણજીતસિંહ, મનરૂપગીરી, સલીમભાઈ, વાલજીભાઈ, ભાવેશભાઈ, રણજીતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ, મનીષભાઈ, રાજેશભાઈ દ્વારા કરવામાં આવી હતી.

આણંદપરમાંથી ચાર પકડાયા

નવાગામ આણંદપરમાં આવેલા સ્લમ કવાર્ટર પાસે જુગાર રમાતો હોવાની કુવાડવા પોલીસ મથકના એએસઆઈ હીતેન્દ્રસિંહ, દેવેન્દ્રસિંહ, મુકેશભાઈને બાતમી મળતા સ્લમ કવાર્ટર પાસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા સ્લમ કવાર્ટર નં. ૬૫ના હુસેન અસગરભાઈ ત્રિવેદી, ગોલણ જીવાભાઈ ધાખડા, સ્લમ કવાર્ટર પાસે રહેતા રવી દાદભાઈ ધાધલ અને સ્લમ કવાર્ટરના અશોક કાળુભાઈ ગેલડીયાને પકડી લઈ રૂ. ૧૦,૦૩૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં એએસઆઈ હિતેન્દ્રસિંહ, કોન્સ. મુકેશભાઈ, દેવેન્દ્રસિંહને બાતમી મળતા નવાગામ આણંદપર દેવનગર ઢોરા પાસે દરોડો પાડી દેવનગર ઢોરા પાસે રહેતા જયેશ નરશીભાઈ નગવાડીયા તથા કિશોર ચોથાભાઈ ગઢાતરાને પકડી લઈ રૂ. ૧૦,૩૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઈ એન.એન. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પી.જી. રોકડીયા, એ.એસ.આઈ. હિતેન્દ્રસિંહ, જયંતીભાઈ, અરવિંદભાઈ, કિશોરભાઈ, વિરદેવસિંહ, દેવેન્દ્રસિંહ, મુકેશભાઈ, રઘુવીરભાઈ દ્વારા કરવામાં આવી હતી.

રામેશ્વર પાર્કમાંથી સાત પકડાયા

રૈયા રોડ રામેશ્વર પાર્કમાં મકાનમાં જુગાર રમાતો હોવાની યુનિવર્સિટી પોલીસ મથકના હેડ કોન્સ. હરપાલસિંહ જાડેજા તથા કોન્સ. બલભદ્રસિંહ જાડેજાને બાતમી મળતા રામેશ્વર પાર્ક શેરી નં. ૫માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલિક ઉમેશ રવીદાનભાઈ લાંગાવદરા (રહે. ગાંધીગ્રામ એસ.કે. ચોક પાસે) તથા રામેશ્વર પાર્ક શેરી નં. ૪ના સંદીપ ભાનુશંકરભાઈ ત્રિવેદી, મીરાનગર-૧ના સાહિલ રજાકભાઈ ઉર્ફે મહેંદીભાઈ ઉબવાણી, કેનાલ રોડ જયરાજ પ્લોટ-૯ના સન્ની રમેશભાઈ લુણાગરીયા, સિદ્ધીપાર્ક-૨ ના સુરેશ લાલજીભાઈ સોલંકી, મોરબી રોડ માત્રુ એસ્ટીલા ફલેટ નં. ૨૦૨ના નીલાબેન કિશોરભાઈ અજાગીયા તથા ગૌતમનગર-૬ના ક્રિષ્નાબેન વિજયભાઈ કડવાતરને પકડી લઈ રૂ. ૪૨૦૦૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી. આ કામગીરી પીઆઈ એ.અસ.આઈ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.બી. જાડેજા, હેડ કોન્સ. રાજેશભાઈ, હરપાલસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, રાવતભાઈ, સહદેવસિંહ, બળભદ્રસિંહ, બ્રિજરાજસિંહ તથા લોકરક્ષક જલ્પાબેન દ્વારા કરવામાં આવી હતી.

પોપટપરામાંથી સાત પકડાયા

પોપટપરા શેરી નં. ૪માં એક મકાનમાં જુગારધામ ચાલતુ હોવાની બાતમીના આધારે પ્ર.નગર પોલીસ મથકના પીઆઈ એલ.એલ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ કે.ડી. પટેલ તથા હેડ કોન્સ. દેવશીભાઈ, અક્ષયભાઈ સહિતે બાતમીના આધારે પોપટપરા શેરી નં. ૪માં દરોડો પાડી મકાન માલિક નરેન્દ્ર રઘુરામભાઈ દુધરેજીયા, મીનાબેન નરેન્દ્રભાઈ દુધરેજીયા, આરતીબેન અશ્વિનભાઈ ઠાકર, સ્લમ કવાર્ટર નં. ૧૩૨ના પરેશ દીલીપભાઈ મોટવાણી, પોપટપરા શેરી નં. ૪ના યોગેશ ગીરીશભાઈ લાખાણી, સ્લમ કવાર્ટરના અમીત દીલીપભાઈ મોટવાણી અને પોપટપરા શેરી નં. ૪ના રાજેશ જેરામભાઈ મકવાણાને પકડી લઈ રૂ. ૫૦૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

જ્યારે બીજા દરોડામાં હેડ કોન્સ. વિજયરાજસિંહ જાડેજા તથા કોન્સ. અક્ષયભાઈ ડાંગરને મળેલી બાતમીના આધારે રેલનગર મહર્ષી અરવિંદ ટાઉનશીપ પાસે દર્શીલ રોહાઉસની બાજુમાં માધવ બંગલોઝ બંગ્લો નં. ૪માં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલિક દિપક જયંતીભાઈ ઝાલા તથા ગાંધીગ્રામ ગાંધીનગર સોસાયટી-૩ના જયદીપ મહેશભાઈ મહેતા, ભોમેશ્વરવાડી શેરી નં. ૪/૧માં સાધના એપાર્ટમેન્ટ ડી-૩ના મોહીત કિશોરભાઈ મકવાણા, અંજલી પાર્ક શેરી નં. ૪ના લાલજી ખોળાભાઈ નકુમ અને ભારતીનગર શેરી નં. ૨ના રતીલાલ પરસોતમભાઈ સોનાગરાને પકડી લઈ રૂ. ૧૩,૯૫૦ની રોકડ સહિતની મત્તા કબ્જે કરી હતી.

(4:04 pm IST)