Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

અશાંતધારો : હિન્દુ-મુસ્લીમ વ્યવહારની પપ થી વધુ ફાઇલોનું ભાવી અધ્ધરતાલ : ૬ મહિનાથી નિર્ણય નહીં થતા દેકારો

બંને અરજદારોમાં પ્રચંડ રોષ : ગાંધીનગર સુધી ફરીયાદો : કંઇ બધા ખરાબ ન હોય : ઉઠાવેલા વેધક સવાલો...

રાજકોટ, તા. ર૮ : રાજકોટની ર૮ સોસાયટી અને તેના પ૯૦ મીટરના એરીયામાં અશાંતધારો લાગુ છે, પ વર્ષ સુધી ચાલશે, આજ સુધીમાં એક જ કોમના ખરીદ-વેચાણવાળી ૬૦૦ થી વધુ ફાઇલો કલીયર થઇ છે, પરંતુ હિન્દુ-મુસ્લીમ વચ્ચેના ફલેટ, મકાન, પ્લોટ, જમીન ખરીદીના કે વેચાણની પપ થી વધુ ફાઇલોનું ભાવી છેલ્લા ૬ મહિનાથી અધ્ધરતાલ હોય, કલેકટર તંત્ર આ તમામ ફાઇલો પ થી ૬ મહિના પહેલા કે, તે સમયે દરમિયાન મામલતદાર અને પોલીસ તંત્રને તપાસણી માટે મોકલી પરંતુ આજ સુધી આ ફાઇલો મંજુર કે નામંજુર તે અંગે કોઇ નિર્ણય નહી થતા મોટો દેકારો મચી ગયો છે, બંને કોમના અરજદારોમાં પ્રચંડ રોષ ફાટી નીકળ્યો છે, ગાંધીનગર સુધી આથી ફરીયાદો થઇ છે. આ અરજદારો કહી રહ્યા છે, કંઇ બધા ખરાબ ન હોય, અમુક તો સારી એવી કંપની કે સરકારી ઓફીસમાં નોકરીયાત છે, નિર્ણય તો આપો, એટલે અમને વ્યવહાર આગળ ચલાવવામાં ખબર પડે !! 

(4:04 pm IST)