Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રાજકુમાર કોલેજ ટ્રસ્ટી મંડળની ૧૯ સપ્ટેમ્બરે ચુંટણી : ચુંટણી અધિકારી તરીકે ચાવડાની નિમણુંક

રાજકોટ : સંયુકત ચેરિટી કમિશનરશ્રી, રાજકોટનાએ અરજી નં. ૪૧/૧૫/૧૮ માં તા. ર૮-૧૧-૧૯ તથા પરચુ. અ.નં. ર૬/૧૯માં તા. ૦૧-૦૧-ર૦ના હુકમ મૂજબ રાજકુમાર કોલેજ ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળની ચૂંટણીની કાર્યવાહી માટે શ્રી અમરૂ એચ. ચાવડાની ચૂંટણી અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવેલ છે. જે અનુસંધાને તા. ૧૭-૬-ર૦ર૧ના રોજ ચૂંટણી અંગેનું જાહેરનામું બહાર પાડેલ છે.

ટ્રસ્ટી મંડળની ચુંટણીને લગતી કાર્યવાહીમાં તા. રપ-૮-ર૦ર૧ના ફાઇનલ ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવેલ છે. તા. ર૬-૮-ર૦ર૧ થી પોસ્ટલ બેલેટ પેપર લેવાની તથા તા. ૧૮-૯-ર૦ર૧ના રોજ ૪ કલાક સુધીમાં (જાહેર રજાના દિવસો સિવાય) પોસ્ટલ બેલેટ જમાં કરાવવાનો સમય આપવામાં આવેલ છે. રૂબરૂ મતદાન માટે તા. ૧૯-૯-ર૦ર૧ના રોજ ૯  થી ૫ સુધી અથવા (૧૦૦ ટકા મતદાન પૂર્ણ થાય ત્યાં સુધી) સમય રાખેલ છે. જેની મતદાતાઓએ નોંધ લેવા એક યાદીમાં જણાવાયું છે.

(3:38 pm IST)