Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

શ્રીનાથજી સોસાયટીમાંથી રાજેશ ઉર્ફે રાજુ ચોરાઉ બાઇક સાથે પકડાયો

માલવીયા નગર પોલીસે દબોચ્યો : વાવડી શકિતનગરમાંથી બાઇક ચોરી કર્યાની કબુલાત

રાજકોટ,તા. ૨૭ : મવડી રોડ શ્રીનાથજી સોસાયટીમાંથી માલવીયાનગર પોલીસે બાતમીના આધારે એક શખ્સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શ્રીનાથજી સોસાયટી શેરી નં. ૫માં ઉદશ્વર મહાદેવના મંદિર પાસે એક શખ્સ ચોરાઉ બાઇક સાથે ઉભો હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. ભાવેશભાઇ ગઢવી તથા હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા રાજેશ ઉર્ફે રાજુ જગજીવનભાઇ મકવાણા (ઉવ.૩૪) (રહે. સીતારામ સોસાયટી મફતીયાપરાની પાછળ કોઠારિયા સોલવન્ટ પાસે)ને જીજે૩એલસી૮૭૬ નંબરના ચોરાઉ સ્પ્લેન્ડર મોટરસાયકલ સાથે પકડી લીધો હતો. આ કામગીરી પીઆઇ કે.એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ઝાલા, હેડ કોન્સ. મસરીભાઇ, યુવરાજસિંહ, દિગ્પાલસિંહ, ભાવેશભાઇ, હરપાલસિંહ, રોહીતભાઇ, કુલદીપસિંહ તથા હિતેષભાઇ દ્વારા કરવામાં આવી હતી. 

(3:37 pm IST)