Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રૂ. એક લાખ ૫૧ હજારનાં ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા ફરમાવતી કોર્ટ

ચેક રકમનું વળતરને ચુકવે તો વધુ છ માસની સજાનો હુકમ

રાજકોટ તા. ર૭ રૂપિયા ૧,૫૧,૦૪૦નો ચેક રીટર્નની ફરીયાદના આરોપી એક વર્ષની કેદ તથા  ચેક મુજબનું વળતર ચુકવવાનો હુકમ સ્પેશ્યલ નેગોશીયેબલ કોર્ટ ફરમાવેલ હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે આ કામના ફરીયાદી સેન્ચ્યુરી એકવાકલ્ચર પ્રોડકટસ પ્રા.લી.કંપની, ઠે.સર્વે નં. ૩૭૨, પ્લોટ નં.૧, મવડી પ્લોટ ૮, મણીનગર, રાજકટ ખાતે જીંગા ઉછેરના જુદા જુદા પ્રકારના મશીનો બનાવવાનો તથા તેના વેચાણ કરવાનો ધંધો કરે છે, આરોપી ખોડાભાઇ ભગવાનજીભાઇ મકવાણા (રહે.મુંેસમઢીયાળા, તા.રાજુલા જી.અમરેલી) એ ફરીયાદી પાસેથી જીંયા ઉછેરના મશીનો ખરીદ કરવા માટે ટેલીફોનીક ઓર્ડર આપેલ અને આ કામના ફરીયાદીએ ઓર્ડર મુજબનો માલ આરોપીને મોકલી આપેલ અને બીલ મુજબની રકમ રૂ.૧,૫૧,૦૪૦/ની ખરીદી આરોપીએ કરેલ જે રકમ પરત ચુકવણી માટે આરોપી ખોડાભાઇ ભગવાનજીભાઇ મકવાણાએ રકમ રૂ.૧,૫૧,૦૪૦/નો સેન્ચ્યુરી એકવાકલ્ચર પ્રોડકટસ પ્રા.લી.કંપનીના નામનો ચેક આપેલ.

આ ચેક રીટર્ન થતા કંપનીના ડીરેકટર દરજજે ફરીયાદીએ વકીલશ્રી મારફત આરોપીને નોટીસ આપેલ અને આરોપી દ્વારા નોટીસનો કોઇ જ યોગ્ય જવાબ કે ચેક મુજબની રકમ ચુકવવા દરકાર કરેલ નહી જેથી ફરીયાદીએ વકિલ મારફત રાજકોટની નામ.અદાલતમાં ફરીયાદ દાખલ કરેલ., જેમા ફરીયાદીના વકિલ દ્વારા કરવામાં આવેલ ધારદાર રજુઆતો અને વડી અદાલતના ચુકાદાઓને ધ્યાને લઇ રાજકોટના મહે.૧૨માં અધિક ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ શ્રી જી.ડી.પડીયાએ આરોપીના આ ગંભીર ગુના સબબ આરોપી ખોડાભાઇ ભગવાનજીભાઇ મકવાણાનુ ૧ વર્ષની સાદી કેદ તથા ફરીયાદીને રકમ રૂ.૧,૫૧,૦૪૦/નું વળતર એક માસમાં ચુકવવું, જો વળતર ન ચુકવે તો વધુ ૬ (છ) માસની જેલની સજા ફટકારેલ હતી.

આ કામે ફરીયાદી વતી વકીલ તરીકે રાજકોટના શ્રી રમેશ યુ.પટેલ, શ્રી મુકતા, આર.પટેલ, શ્રી કેવિન.એમ.ભંડેરી શ્રી એલ.બી.સાવલીયા, તથા શ્રી હર્ષા વી.ભંડેરી એડવોકેટ રોકાયેલ હતા.

(3:37 pm IST)