Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

બેડી પાસેથી ક્રાઇમ બ્રાંચે ૬૦ બોટલ દારૂ ભરેલી કાર કબ્જે : ચાલકની શોધખોળ

ક્રાઇમબ્રાંચના કોન્સ. સંજયભાઇ, જગદીશભાઇ, ઉમેશભાઇ તથા ભગીરથસિંહની બાતમી

રાજકોટ,તા.૨૭ : મોરબી રોડ બેડી ગામ પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે એસન્ટકારમાંથી દારૂની ૬૦ બોટલ કબ્જે કરી હતી.

મળતી વિગત મુજબ મોરબી રોડ પરથી વહેલી સવારે દારૂના જથ્થો ભરેલી કાર પસાર થવાની હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના કોન્સ. સંજયભાઇ ચાવડા, જગદીશભાઇ  વાંક, ઉમેશભાઇ ચાવડા તથા ભગીરથસિંહ ઝાલાને મળતા સ્ટાફ સાથે મોરબી રોડ પર વોચમાં હતા દરમ્યાન મોરબી તરફથી આવતી એક જીજે૩બીએચ૨૧૩૨ નંબરની એસન્ટ કારને બેડી ગામ સ્મશાન પાસે રોકવા જતા ચાલક પોલીસને જોઇ કાર રેઢી મુકી ભાગી ગયો હતો. પોલીસે તપાસ કરતા કારની ડેકીમાંથી રૂા . ૩૦ હજારની કિંમતની દારૂની ૬૦ બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો તથા કાર મળી રૂ. ૧.૫૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે. આ કામગીરી પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ પી.બી.જેબલીયા, હેડ કોન્સ.ધીરેનભાઇ માલકીયા, કોન્સ. મહેશભાઇ મંઢ, હીરેનભાઇ સોલંકી, ભગીરથસિંહ ઝાલા, ઉમેશભાઇ ચાવડા, જગદીશભાઇ વાંક, દીપકભાઇ ડાંગર, સંજયભાઇ ચાવડા, જયપાલસિંહ ઝાલા તથા કિરતસિંહ ઝાલા દ્વારા કરવામાં આવી હતી. 

(3:36 pm IST)