Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ત્રિવેણીનગર સોસાયટીમાં બોલેરોની હડફેટે ૯ વર્ષના મનોજ ડાભીનું મોત

ઘર પાસે બનાવ : લાડકવાયાના મૃત્યુથી પરિવારમાં આક્રંદ

રાજકોટ,તા. ૨૭ : મવડી રોડ ગુરૂપ્રસાદ ચોક પાસે ત્રિવેણીનગર સોસાયટીમાં ઘર પાસે રમી રહેલા નવ વર્ષના બાળકના બોલેરો ચાાલકે હડફેટે લેતા તેનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ છે.

મળતી વિગત મુજબ ત્રિવેણીનગર સોસાયટીમાં રહેતા મહેન્દ્રભાઇ ડાભીનો ૯ વર્ષનો પુત્ર મનોજ ગઇ કાલે ઘર પાસે રમતો હતો. ત્યારે પૂર ઝડપે આવતી જીજે૩બીવી૪૨૭૩ નંબરની બોલેરોના ચાલકે તેને હડફેટે લેતા ફંગોળાઇ જતા તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા. તેને મનોજને તાકીદે સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. ત્યાં તેનું સારવાર દરમ્યાન મોત નિપજ્યુ હતું.

બનાવની જાણ થતા માલવીયાનગર પોલીસ મથકના હેડ કોન્સ. નરેન્દ્રસિંહ રાજપુત તથા રાઇટર ઘનશ્યામસિંહએ સ્થળ પર પહોંચી મૃતક મનોજના દાદા ચીનાભાઇ હદાભાઇ ડાભી (ઉવ.૫૨)ની ફરિયાદ પરથી બોલેરો ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. મૃતક મનોજ બે ભાઇ એક બહેનમાં વચેટ હતો.

 તેના પિતા દૂધનો વેપાર કરે છે. બાળકના મૃત્યુથી ભરવાડ પરિવારમાં શોધ વ્યાપી ગયો છે.

(3:36 pm IST)