Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

શહેરીજનો ગોકુળ આઠમની શુભેચ્છા પાઠવતા ભંડેરી, ભારદ્વાજ, મિરાણી

રાજકોટ,તા. ૨૭: ગુજરાત મ્યુ. ફાઈનાન્સ બોર્ડના ચેરેમન ધનસુખ ભંડેરી તેમજ પ્રદેશ ભાજપ અગ્રણી નિતીન ભારદ્વાજે શહેરીજનો ને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે શ્રીકૃષ્ણ જે વિષ્ણુના અવતાર છે.શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ) એટલે કે શ્રીકૃષ્ણના જન્મદિવસને ગોકુલઅષ્ટમી તરીકે ઉજવાય છે ત્યારે સમગ્ર ભારતભરમાં ખુબ જ ઉત્સાહ થી ઉજવાતો આ તહેવાર કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. કૃષ્ણજન્મને વધાવવા બાળકો–યુવાઓ–મહીલાઓ–વૃઘ્ધોમાં જે અદમ્ય ઉત્સાહ જોવા મળે છે. શહેરીજનોને જન્માષ્ટમી પર્વની ખુબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ.

રહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરે શહેરીજનોને જન્માષ્ટમી પર્વની શુભેચ્છા પાઠવતા જણાવ્યું કે, જન્મદિવસને જન્માષ્ટમી તરીકે ઉજવાય છે. ત્યારે સમગ્ર ભારતભરમાં ખૂબ જ ઉત્સાહતી ઉજવાતો આ તહેવાર કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ દિવસે લોકો ઘરમાં તેમજ મંદિરોમાં ભવ્ય ઉજવણી કરી છે.

રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જન્માષ્ટમીના દિવસે જનસુમદાય કૃષ્ણ જન્મોત્સવનો લહાવો લઇ શકે તે માટે રાત્રીના ૧ વાગ્યા સુધી કર્ફયુ મુકિત જાહેર કરી છે. ત્યારે લોકો પોતાનું તથા પોતાના પરિવારનું ધ્યાન રાખીને કોરોના ગાઇડલાઇન અને સોશ્યલ ડીસ્ટન્સનું સંપૂર્ણ પાલન કરી જન્માષ્ટમી પર્વ ઉજવવા કમલેશ મિરાણી, જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકુરેએ અનુરોધ કરી પર્વની શુભેચ્છા પાઠવી છે. 

(3:35 pm IST)