Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

મંત્રીઓની જન આશીર્વાદ યાત્રાને સફળ બનાવવામાં ભાજપ ના તમામ શ્રેણીના કાર્યકર્તાઓ-અગ્રણીઓની અગ્રીમ ભૂમિકા : રાજુભાઇ ધ્રુવ

જન આશીર્વાદ યાત્રા વડાપ્રધાન નરેન્દ્રભાઈના પ્રજાલક્ષી શાસન અને ભાજપના સબળ નેતૃત્વનો સંદેશ લોકો સુધી પહોંચાડવાનું અભિયાન : ૧૯૯૦થી લઈ મોટાભાગની ભાજપની સંગઠનાત્મક લોકયાત્રાઓમાં કાર્યકર્તા તથા ભાજપ સૌરાષ્ટ્ર વિભાગીય પ્રવકતા તરીકે ૨૦૦૨ના તત્કાલીન મુખ્યમંત્રી મોદીજીની ગુજરાત ગૌરવયાત્રાથી લઈ દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્રભાઇના પ્રેરણાદાયી નેતૃત્વવાળી કેન્દ્રીયમંત્રીઓની જન આશીર્વાદ યાત્રામાં સૌરાષ્ટ્ર ભાજપ પ્રવકતા તરીકે સહભાગી થયા

રાજકોટ તા.૨૭: તાજેતરમાં સૌરાષ્ટ્રમાં યોજાયેલી કેન્દ્રીય મંત્રીઓની જન આશીર્વાદ યાત્રા ભાજપના પ્રજાલક્ષી નેતૃત્વ અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકાસલક્ષી શાસનનો સંદેશ વધુ સારી રીતે વધુ માં વધુ લોકો સુધી પહોંચાડવાનું અભિયાન હતું. કેન્દ્ર-રાજ્યની પ્રજાલક્ષી કામગીરી અને સૌરાષ્ટ્ર-ગુજરાતના રાજકીય ઇતિહાસ માં પ્રથમવાર કેન્દ્રીય પ્રધાનમંડળમાં આટલી મોટી સંખ્યામાં અને માનભેર ગરીમાંપૂર્ણ સ્થાન  મળ્યું છે એવું ભાજપના સૌરાષ્ટ્રના પ્રવકતા રાજુભાઇ ધ્રુવે જણાવ્યું હતું. કેન્દ્રના ગૌરવાન્વિત મંતત્રીશ્રીઓની આ જન આશીર્વાદ યાત્રામાં એક અદ ના કાર્યકર્તા તરીકે ૨૦૦૨માં તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી ના નેતૃત્વમાં યોજાયેલી ગુજરાત ગૌરવયાત્રાથી લઇ દેશના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના પ્રેરણાદાયી નેતૃત્વમાં નીકળેલી કેન્દ્રીય મંત્રીઓની જન આશીર્વાદ યાત્રામાં  સૌરાષ્ટ્ર ભાજપના પ્રવકતા તરીકે અને મીડિયાસેલના અદના  કાર્યકર્તા ની  ભૂમિકા નિષ્ઠાપૂર્વક સરસ રીતે નિભાવવાની તક મળી હતી અને ભાજપના  કેન્દ્રીય અને પ્રદેશ મોવડી મંડળના લોકકલ્યાણ-વિકાસ લક્ષી આયોજન- વિઝનને લોકોના સમુદાય સુધી પહોંચાડવામાં કડીરૂપ કાર્યકર્તા તરીકે કામગીરી કરી હતી.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી, કેન્દ્રિય ગૃહપ્રધાન શ્રી અમિતભાઈ શાહ તેમજ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડાજીના પ્રેરણાદાયી માર્ગદર્શન હેઠળ અને રાજ્યનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ તથા ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલના નેતૃત્વ અને આયોજન હેઠળ ગુજરાત અને સમગ્ર સૌરાષ્ટ્રમાં યોજાયેલ જન આશીર્વાદ યાત્રા ખૂબ સફળ રહી હોવાનું જણાવતાં રાજુભાઈ ધ્રુવે કહ્યું હતું કે, ભાજપની આ જન આશીર્વાદ યાત્રાને તમામ વિસ્તારો, વિભાગો, વિવિધ સમાજો અને જન સમૂહો- લોકોનો ઉમળકા સાથે આવકાર મળ્યો હતો.  આ જન આશીર્વાદ યાત્રાઓને ખરેખર લોકોએ અંતર ના આશીર્વાદ આપ્યા હતા.

 ભારતીય જનતા પાર્ટી દ્વારા રાષ્ટ્રીય કક્ષાએ આયોજન થયા પ્રમાણે દેશના ૨૨ રાજ્યોમાં સરકાર અને સંગઠનના સંયુકત ઉપક્રમે  દેશના મોટાભાગના જિલ્લાઓને આવરી લેતી 'જન આશીર્વાદ યાત્રા'ના માધ્યમથી જનતાની વચ્ચે જઈને કેન્દ્ર અને રાજ્ય સરકારની સિદ્ધો અને ઉપલબ્ધીઓની જાણકારી આ યાત્રા દરમિયાન પવિત્ર યાત્રાધામો માં જઈ દર્શન કરી  સંતો મહંતોના આશીર્વાદ પ્રાપ્ત કરવા તથા  સેવા સંસ્થાનોએ જઈ જાહેરસભા, પત્રકાર પરિષદ, બૌધ્ધિક સંમેલન, સામાજીક સંગઠનો, વેપારધંધાના સંગઠનો સહિત સમાજના તમામ ક્ષેત્રને આવરી લેતા શ્રેણીબદ્ધ કાર્યક્રમોનું આયોજન ગુજરાતમાં ભાજપ દ્વારા કરવામાં આવેલ હતું.   

રાજુભાઈ ધ્રુવે  જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રમાં  લીંબડી ખાતે સૌપ્રથમ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં કેન્દ્રિય મંત્રી ડો. મહેન્દ્રભાઈ મૂંજપરાની જન આશીર્વાદ યાત્રાનું સુરેન્દ્રનગર જિલ્લામાં આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આ જાણ આશીર્વાદ યાત્રા ઉપક્રમે લીંબડી, ચોટીલા, સાયલા, મૂળી તેમજ સુરેન્દ્રનગર ખાતે વિવિધ કાર્યક્રમોનું, યાત્રાધામોની મુલાકાત તથા પત્રકાર પરિષદો નું આયોજન કરવામાં આવ્યુ હતુ.   મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળીયા સહિત પ્રદેશ-જિલ્લા ભાજપ ના કાર્યકર્તાઓ-અગ્રણીઓ પણ આ યાત્રાનાં  જોડાયા હતાં.

  કેન્દ્રિય કેબિનેટ માં આરોગ્યમંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાની જન આશીર્વાદ યાત્રાનું આયોજન રાજકોટ થી શરૂ  કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ એરપોર્ટ ના ભવ્ય સ્વાગત સહિત રાજકોટના વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમો અને સ્વાગત, ગોંડલ ચોકડી ખાતે રાજકોટ જિલ્લા ભાજપ દ્વારા સ્વાગત, ગોંડલ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈને ખોડલધામ કાગવડ સુધી સમગ્ર યાત્રામાં મીડિયા વિભાગની ટીમ સાથે સંકલનમાં  રહી  રાજુભાઇ એ નિષ્ઠાપૂર્વક જવાબદારી નિભાવી હતી.  આ યાત્રામાં પણ બે પત્રકાર પરિષદોનું આયોજન કરવામાં આવ્યું હતું અને સમગ્ર યાત્રામાં પ્રદેશ ભાજપ સંગઠનની સાથે રહી મીડિયા વિભાગની જવાબદારી ખૂબ ઉમદા રીતે સંભાળવામાં આવી હતી. આ યાત્રામાં કેબિનેટ મંત્રીશ્રી ભુેન્દ્રસિંહ ચુડાસમા અને જયેશભાઈ રાદડીયા જોડાયા હતાં.

કેન્દ્રિય કેબિનેટ મંત્રીશ્રી પરષોત્તમભાઈ રૂપાલાની મા ઉમિયાજી ના પવિત્ર યાત્રાધામ ઊંઝા થી નીકળેલ જન આશીર્વાદ યાત્રામાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી, નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ, કેબિનેટ મંત્રીશ્રી સૌરભભાઈ પટેલ, આર. સી. ફળદુ અને કુંવરજીભાઇ બાવળીયા સહિત પ્રદેશ-જિલ્લા ભાજપ અગ્રણીઓ જોડાયા હતાં.

 આ ત્રણેય જન આશીર્વાદ યાત્રામાં પ્રદેશ ભાજપ દ્વારા રાજુભાઈ ધ્રુવને સોંપાયેલી   મીડિયાની જવાબદારી કામગીરી ઉત્કૃષ્ટ રીતે અદા કરવામાં આવી હતી અને તત્કાળ પત્રકાર પરિષદોનું આયોજન પણ સફળતાપૂર્વક કરવામાં આવ્યું હતું. સ્થાનિક અખબારોના પત્રકારો ઉપરાંત અંગ્રેજી અખબારોના પ્રતિનિધિ પત્રકારો, રાષ્ટ્રીય ન્યુઝ ચેનલના પત્રકાર, રાષ્ટ્રીય કક્ષાના મેગેઝિનનાં પ્રતિનિધિઓ પણ આ યાત્રામાં સામેલ હતા.  બધાને યાત્રાની સમયસર વિગતો મળે, તમામ માહિતી મળી રહે એવી વ્યવસ્થા ભાજપે ગોઠવી હતી.

તસવીરો માં તા.૧૬ ના રોજ કેન્દ્રીય મંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરાની જન આશીર્વાદ યાત્રાની લીંબડી ખાતે યોજાયેલ  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિ વાળી જાહેર સભા  બાદ યોજાયેલ પત્રકાર પરિષદમાં પત્રકારો સાથે સંવાદ કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા કેન્દ્રિયમંત્રી શ્રી મહેન્દ્રભાઈ મુંજપરા તથા ચોટીલા ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં માં કેન્દ્રિયમંત્રી સાથે અગ્રણીઓ નજરે પડે છે. ( ૨)તસ્વીર માં તા.૧૯ ના રોજ રાજકોટ એરપોર્ટ ખાતેથી ભવ્ય સ્વાગત બાદ યાત્રાની શરૂઆતમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં રાજકોટના પત્રકારમિત્રો સાથે સંવાદ કરતા કેન્દ્રીય કેબિનેટ આરોગ્યમંત્રી શ્રી મનસુખભાઇ માંડવીયા તથા અગ્રણીઓ અને ત્યારબાદ મા ખોડલમાતાજી ના પવિત્ર યાત્રાધામ ખાતે યોજાયેલ પત્રકારપરિષદને સંબોધતા કેન્દ્રિયમંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા તથા તેમની સાથે રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ, પ્રદેશ-જિલ્લા ભાજપ અગ્રણીઓ નજરે પડે છે.ત્રીજી યાત્રામાં  તા.૨૧ ના રોજ મોરબી ખાતે તથા રાજકોટ માધાપર ચોકડી અને સરધાર સ્વામિનારાયણધામ ખાતે યોજાયેલ પત્રકાર પરિષદમાં પત્રકારમિત્રો સાથે સંવાદ કરતા કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા તથા રાજય સરકારના મંત્રીશ્રીઓ- પ્રદેશ-જિલ્લા ભાજપના અગ્રણીઓ નજરે પડે છે.

 ત્રણ અલગ અલગ જન આર્શીવાદ યાત્રાઓમાં ૭ જેટલી પત્રકાર પરીષદો તેમજ પત્રકારો સાથે સંકલનની અગત્યની જવાબદારી પ્રદેશ ભાજપ સંગઠન અને મીડીયા ટીમના માર્ગદર્શન હેઠળ સૌરાષ્ટ્રના ઝોનના પ્રવકતા રાજુભાઇ ધ્રુવ અને મીડીયા વિભાગના સાથીઓ દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવી હોવાનું યાદીના અંતમાં જણાવાયું છે. 

(3:27 pm IST)