Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

બહેનોએ ભાજપ અનુ. જાતિ મોરચાના ભાઇઓને રાખડી બાંધી

રાજકોટ : રક્ષાબંધનના પાવન પર્વે શહેર ભાજપ મહિલા મોરચાના બહેનો ઘ્વારા શહેર ભાજપ અનુ.જાતી મોરચાના ભાઈઓને રાખડી બાંધવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા,પ્રદેશ અનુ.જાતી મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા, રાજકોટ જિલ્લાના પ્રભારી રક્ષાબેન બોળીયા, પ્રદેશ ભાજપ અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, રૂપાબેન શીલુ, શહેર ભાજપ મહિલા મોરચાના મહામંત્રી લીનાબેન રાવલ, કિરણબેન હરસોડા સહીતના ઉપસ્થિત રહયા હતા. 

(3:24 pm IST)