Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

ભાજપના બહેનોએ પોલીસ અધિકારીઓને રાખડી બાંધી

રાજકોટઃ રક્ષાબંધનના પાવન પર્વે શહેર ભાજપ મહિલા મોરચાના બહેનો દ્વારા શહેરના પોલીસ કમિશનર મનોજકુમાર અગ્રવાલ, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ખુરશીદ અહેમદ, પ્રવિણકુમાર સિંહા સહીતના પોલીસ અધિકારીઓને રાખડી બાંધવામાં આવી હતી. આ તકે શહેર ભાજપ મહિલા મોરચાના પ્રમુખ કિરણબેન માકડીયા, પ્રદેશ અનુ.જાતી મોરચાના મંત્રી ભાનુબેન બાબરીયા, ભાજપ અગ્રણી રક્ષાબેન બોળીયા, કાશ્મીરાબેન નથવાણી, રૂપાબેન શીલુ, શહેર મહીલા મોરચાના મહામંત્રી લીનાબેન રાવલ, કિરણબેન હરસોડા તેમજ જયશ્રીબેન પરમાર, પ્રકાશબા ગોહિલ, મીનાબેન પારેખ, મનુબેન રાઠોડ, પલ્લવીબેન પોપટ, મનીષાબેન શેરસીયા, નીલમબેન ભટૃ, ચેતનાબેન વિંધાણી, નીનાબેન વજીર, ભાવનાબેન મહેતા,માધવીબેન ઉપાઘ્યાય સહીતના બહેનો ઉપસ્થિત રહયા હતા. 

(3:24 pm IST)