Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા પવિત્ર શ્રાવણ માસમાં ૨૨ કુંડી રૂદ્ર યજ્ઞ - હિંડોળા દર્શન - મહાઆરતી

રાજકોટ : ઢોલરા સ્થિત 'દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ' દ્વારા સમયાંતરે વિવિધ કાર્યક્રમો તેમજ વિવિધ તહેવારોની નોખી અનોખી ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે હાલ પવિત્ર શ્રાવણ માસના પ્રથમ સોમવારે વૃધ્ધાશ્રમના કોર ટીમના સભ્યો દ્વારા વિદ્વાન ભુદેવોની ઉપસ્થિતીમાં શાસ્ત્રોકત વિધિ અને મંત્રોચ્ચાર સાથે ૨૨ કુંડી રૂદ્રી યજ્ઞ યોજવામાં આવ્યો હતો. જેમાં દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ પરિવાર સાથે કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. ઉપરાંત પ્રત્યેક સોમવારે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જે અંતર્ગત હીંડોળા દર્શન અને બ્રહ્મભોજન જેવા કાર્યક્રમો હાથ ધરાયા હતા. દીકરાનું ઘર વૃધ્ધાશ્રના આંગણે જ બિરાજતા શ્રી મંગલેશ્વર મહાદેવના સાનિધ્યમાં ૫૧ શ્રેષ્ઠીઓ દ્વારા મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવતા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ સર્વશ્રી વજુભાઇ લોઢીયા, અતુલ શેઠ, વિજય કોરાટ, ટીકુભા જાડેજા, કેતન પટેલ, નરેન્દ્રભાઇ ઝીબા, જીતુભાઇ ભટ્ટ, કલાધર આર્ય, સંજયભાઇ બ્રહ્મભટ્ટ, કૌશિક કલ્યાણી, અજયભાઇ ગઢીયા, છબીલભાઇ પોબારૂ, જવલંતભાઇ છાયા, અરવિંદભાઇ ગજજર, દાનુભા જાડેજા, હરેશ દાસાણી, ભગવાનજીભાઇ વાડોદરીયા, અમિત સંઘવી, આશીષ ભુટા, જેનીશ વાછાણી, પરષોતમભાઇ પોંકીયા, શૈલેશ ગેડીયા, જીમી અડવાણી, સૌરાષ્ટ્ર વોલન્ટરી બ્લડ બેંકના શ્રી બોરડ, ત્રંબાની રાધીકા સ્કુલના સંચાલક શ્રી ઢોલરીયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને દર્શનનો લ્હાવો લીધો હતો. મહાઆરતીના યજમાનપદે રૂડાના પૂર્વ ચેરમેન પી. સી. બારોટ ખાસ ઉપસ્થિત રહેલ. રૂદ્રી યજ્ઞ તેમજ મહાઆરતી સહીતના આ કાર્યક્રમો માટે સંસ્થાના મુકેશ દોશી, અનુપમ દોશી, સુનીલ વોરા, નલીન તન્ના, કિરીટ આદ્રોજાના નેતૃતવ હેઠળ ડો. નિદત બારોટ, હસુભાઇ રાચ્છ, પ્રતાપભાઇ પટેલ, શિવલાલભાઇ આદ્રોજા, સુનીલ મહેતા, પ્રવિણ હાપલીયા, અશ્વિનભાઇ પટેલ, રાકેશ ભાલાળા, ગૌરાંગ ઠકકર, હરદેવસિંહ જાડેજા, ધર્મેશ જીવાણી, હરેશભાઇ પરસાણા, ઉપેનભાઇ મોદી, શૈલેેષ જાની, કીરીટભાઇ પટેલ, ઘનશ્યામજી રાચ્છ, ગુણુભાઇ ઝાલાડી, હાર્દીક દોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી. 

(3:23 pm IST)