Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

શ્યામ મહિલા મંડળ દ્વારા વિધવા બહેનોને અનાજ કીટ વિતરણ

ગુજરાત રાજયની ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજની બહેનોને સર્વાંગી વિકાસ થાય એ માટે દરેક શહેરમાં શ્યામ મહિલા મંડળની સ્થાપના કરવામાં આવી છે. મંડળની મહિલાઓ દ્વારા જન્માષ્ટમી પર્વ નિમિત્તે ગુર્જર ક્ષત્રિય કડિયા સમાજના ૪૦ થી વધુ ગંગાસ્વરૂપ નિઃસહાય બહેનોને અનાજ કીટ તથા ફરસાણનું વિનામૂલ્યે વિતરણ કરવામાંં આવ્યું હતું. જેમાં શ્યામ મહિલા મંડળના પ્રમુખ ઇન્દુબેન ગોહેલ, ઉપપ્રમુખ વિણાબેન ટાંક, મીનાબેન બારડ, શારદાબેન, હિનાબેન, માલતીબેન, ભાવનાબેન, માધવીબેન, દિપ્તીબેન તથા અન્ય મહિલા સભ્યો હાજર રહ્યા હતા. 

(3:23 pm IST)