Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રાજકોટ જીલ્લામાં કૃષ્ણ જન્મોત્સવ રાત્રે ૧ર વાગ્યે ઉજવી શકાશેઃ મંદિરમાં એક જ સમયે વધુમાં વધુ ર૦૦ ભકતો જઇ શકશે

માસ્ક-સોશ્યલ ડિસ્ટન્સ ફરજીયાતઃ શોભાયાત્રામાં ર૦૦ વ્યકિત જ સામેલ થઇ શકશે : મટકી ફોડ કાર્યક્રમ ઉપર પ્રતિબંધઃ ગણેશ મહોત્સવમાં મોટામાં મોટી ૪ ફુટની મૂર્તિની છૂટઃ સાંસ્કૃતિક કાર્યક્રમોની મનાઇ : સરકારની ગાઇડ લાઇન મુજબ કલેકટર આજ સાંજ સૂધીમાં આ બન્ને જાહેરનામા બહાર પાડશે

રાજકોટ તા. ર૭ : રાજકોટ જીલ્લા કલેકટર શ્રી અરૂણ કુમાર મહેશ બાબૂ આજે તહેવારો સંર્દભે મહત્વનૂં જાહેરનામું ડીકલેર કરનાર  હોવાનું સુત્રોએ કહ્યું હતું. જાહેરનમા મુજબ તા.૩૦/૮/ર૦ર૧ ના રોજ જન્માષ્ટમીના રોજ રાત્રીના ૧ર કલાકે પરંપરાગત રીતે યોજાતા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી શકાશે. આ ઉજવણી દરમિયાન સોશીયલ ડીસ્ટન્સીંગ તથા માસ્ક જીલ્લામાં ફરજીયાત રહેશે. મંદિર પરિસરમાં એક સમયે એક સાથે મહત્તમ ર૦૦ વ્યકિતઓ સોશીયલ ડીસ્ટન્ટસીગ સાથે દર્શન કરી શકશે. મંદિર પરિસરમાં ફરજિયાત રીતે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમોનું પાલન કરવાનું રહેશે તથા ગોળ કુ઼ંડાળા (સર્કલ) કરીને તેમાં ઉભા રહીને દર્શન કરવાના રહેશે.  આ તહેવાર સંદર્ભે મહત્તમ ર૦૦ વ્યકિતઓ સાથે મર્યાદીત રૂટ પર પારંપારિક રીતે નિકળતી  શોભાયાત્રાઓનું મર્યાદિત વાહનોમાં આયોજન કરી શકશે. આ તહેવાર સંદર્ભે મટકીફોડના કાર્યક્રમોનું આયોજન કરી શકાશે નહી. જન્માષ્ટમીના તહેવાર સંદર્ભે જાહેર જનતા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરી શકે તે હેતુથી આ દિવસે અમદાવાદ શહેર, વડોદરા શહેર, સુરત શહેર, રાજકોટ શહેર જામનગર શહેર, જુનાગઢ શહેર, ભાવનગર શહેર અને ગાંધીનગર શહેરમાં રાત્રી કફર્યું ૧ વાગ્યાથી લાગુ રહેશે.

તા. ૯/૯/ થી ૧૯/૯/ર૦ર૧ ગણેશ મહોત્સવ

ગણેશ મહોત્સવમાં જાહેરનામાં રાજકોટ જીલ્લામાં સાર્વજનીક ગણેશ મહોત્સવમાં મહત્તમ ૪ ફુટની જયારે ઘરમાં મહત્તમ ર ફુટની ગણેશ મૂર્તિનું સ્થાપન કરીશ શકાશ.ે સાર્વજનીક ગણેશ મહોત્સવમાં પડાલ/મંડપ શકય તેટલો નાનો રાખવાનો રહેશે આયોજકો દ્વારા પંડાલ/મંડપમાં સોશીયલ ડીસ્ટન્સીંગ જળવાય તે હેતુથી યોગ્ય અંતરે ગોળ કુંડાળા કરીને દર્શનની વ્યવસ્થા કરવાની રહેશે.સાર્વજનીક ગણેશ ઉત્સવ સ્થળોએ માત્ર પુજા, આરતી અને પ્રસાદ વિતરણ કરી શકાશે અન્ય કોઇ ધાર્મિક/સાંસ્કૃતીક કાર્યક્રમો યોજવાના રહેશે નહી. ગણેશ સ્થાપન અને વિસર્જન માટે મહત્તમ ૧પ વ્યકિતઓની મર્યાદામાં ફકત એક જ વાહન મારફત સ્થાપન અને વિસર્જન કરી શકાશે. ઘટ પર સ્થાપન કરવામાં આવેલ ગણેશજીનું વિસર્જન ઘરે જ કરવામાં આવે તે વધારે હિતાવહ રહેશે.

(3:19 pm IST)