Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

એસ.ટી.માં ચિક્કાર ટ્રાફીકઃ પ૦ એકસ્ટ્રા બસો મુકવી પડીઃ ઓનલાઇન બુકીંગમાં ભારે ધસારોઃ આવક રોજની ૪૭ લાખે પહોંચી

રાજકોટ તા. ર૭ :.. સાતમ-આઠમના તહેવાર શરૂ થઇ ગયા છે, અને સાથોસાથ રાજકોટ એસ.ટી. ડિવીઝનની તીજોરી પણ ફાટફાટ થઇ રહી છે.

આજથી ૪૦ એકસ્ટ્રા બસો રાજકોટથી દોડાવવાનું આયોજન હતું. પરંતુ મુસાફરો  ઉમટી પડતા પ૦થી વધુ એકસ્ટ્રા બસો મુકવી પડી છે.

અધિકારી સુત્રોએ આજે બપોરે 'અકિલા' ને જણાવેલ કે લાંબા અંતર અમદાવાદ, કચ્છ-ભુજ, વડોદરા, સુરત, નાથદ્વારા, દ્વારકા, વેરાવળ, સોમનાથ તરફ જબરો ટ્રાફીક છે, જયારે મોરબી-કચ્છ-ભુજ - જામનગર-જુનાગઢ તરફની બસો હાઉસફુલ છે, અને દર અર્ધી કલાકે એકસ્ટ્રા બસો મૂકાઇ રહી છે, આ માટે અલગથી સ્ટાફની નિમણુક કરી લેવાઇ છે.

તેમણે જણાવેલ કે ઓનલાઇન બુકીંગ ૩ દિ' નું હાઉસફુલ બની ગયું છે, જો કે કોઇ મુસાફરોને તકલીફ ન પડે એટલા માટે તમામ પ્રકારની વ્યવસ્થા કરાઇ છે.

સાતમ-આઠમના તહેવારો સંદર્ભે આવકમાં જોરદાર ઉછાળો આવ્યો છે, ડીવીઝનની રોજની આવક ૪૭ લાખને વળોટી ગઇ છે, રાજકોટ ડેપોની આવક ૧ર લાખે પહોંચી છે, બુધવાર સુધી ચિકકાર ટ્રાફીક રહેશે તેમ સાધનો ઉમેરી રહ્યા છે.

(3:19 pm IST)