Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

માયાણી ચોકમાં પૈસા મામલે મોહિત સોલંકીને બે અજાણ્યાએ મારકુટ કરી

પરિચીત જીલ સાથે પૈસાની લેતીદેતી હતી, તે જતો રહ્યા બાદ તેની સાથેના અજાણ્યાએ હુમલો કર્યો

રાજકોટ તા. ૨૮: વિનાયક વાટીકામાં રહેતાં અને પ્રાઇવેટ નોકરી કરતાં મોહિત હરિસિંહ સોલંકી (ઉ.વ.૨૩)ને સાંજે છએક વાગ્યે માયાણી ચોક મોમાઇ હોટેલ પાસે તેના મિત્ર જીલ જાનીએ વાત કરવા બોલાવ્યા બાદ જીલ સાથે આવેલા બે અજાણ્યા શખ્સોએ માર મારતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થતાં ચોકીના સ્ટાફે માલવીયાનગર પોલીસને જાણ કરી હતી.

મોહિતના કહેવા મુજબ તેણે પરિચિત જીલને રૂ. ચાલીસ હજાર ઉછીના આપ્યા હતાં. તેની સામે જીલે તેનો કેમેરો રાખવા આપ્યો હતો. ગઇકાલે જીલે પોતાને માયાણી ચોકમાં બોલાવી કેમેરો પાછો માંગતા પૈસા આપીને કેમેરો લઇ જજે તેમ કહેતાં  તે પૈસાની વ્યવસ્થા કરીને આવે છે તેમ કહી નીકળી ગયો હતો. એ પછી તેની સાથે આવેલા બે અજાણ્યા શખ્સે ઝઘડો કરી મારકુટ કરી હતી.

(1:03 pm IST)