Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

દેશમાં વિવિધ જગ્યાએ

નોકરી હાજર છેઃ જલ્દી કરો, કયાંક રહી ન જવાયઃ ભરી દો ફોર્મ

બેન્ક, સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રીસર્ચ, PGVCL, સ્ટેટ ઇલેકટ્રીક કોર્પોરેશન, બોર્ડ ઓફ એપ્રેન્ટીસશીપ ટ્રેનિંગ, IIT, ઇન્કમટેક્ષ વિભાગ, ભારત ઇલેકટ્રોનિકસ, IOCL, પાવરગ્રીડ કોર્પોરેશન, હિન્દુસ્તાન શીપયાર્ડ વિગેરેમાં ભરતીઓની ભરમાર : નોકરીદાતા તથા નોકરી ઇચ્છુક બંને પોતાના નામ નોંધાવી શકે તે માટે ગુજરાત સરકાર દ્વારા 'અનુબંધમ' વેબપોર્ટલ શરૂ કરાયું

રાજકોટ તા. ર૭ :.. માહિતી, જ્ઞાન, શિક્ષણ તથા ઇન્ટેલિજન્સીના આજના જમાનામાં યુવાધન સતત પોતાને મનગમતી નોકરી શોધવામાં વ્યસ્ત હોય છે. મનપસંદ નોકરી માટે વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ પણ આપતા હોય છે. સારી અને ઉચ્ચ પગારવાળી નોકરી મળી જાય તો જીવનમાં સલામતી પણ વધી જતી હોય છે. સમાજમાં શિક્ષણ તથા નોકરીના સમન્વયને કારણે લોકોનો માન મોભો-પ્રતિષ્ઠા તથા જીવનશૈલી પણ ઊંચી આવે છે. ગુજરાત સહિત સમગ્ર દેશમાં વિવિધ ક્ષેત્રે જે ભરતીઓ ચાલી રહી છે તેની ઉપર એક નજર કરીએ તો....

* સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ર-૯-ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે સ્પેશ્યાલીસ્ટ કેડર ઓફીસરની કુલ ૬૮, જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https://www.sbi.co.in/

* યુનિયન બેન્ક દ્વારા ૩-૯-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે સિનીયર મેનેજર સહિતની અન્ય જગ્યાઓ ભરવા માટે કુલ ૩૪૭ લોકોની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https:/www.unionbankof india.co.in

* CSIR-IICT   દ્વારા ર૭-૮-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે સાયન્ટીસ્પ્સ સહિતની કુલ ૧૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://www.iict.res.in/

* CSIR     સૂક્ષ્મજીવ પ્રૌદ્યોગિક સંસ્થાન દ્વારા ૧પ-૯-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે જુનિયર સેક્રેટરીએટ આસીસ્ટન્ટ વિગેરેની કુલ ૧૦ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https://www.imtech.res.in/

*  બોર્ડ ઓફ એપ્રેન્ટીસશી, ટ્રેનિંગ, નોર્ધન રીજીયન, કાનપુર દ્વારા ૩૦-૮-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે ડેપ્યુટી ડાયરેકટર વિગેરેની કુલ ૧૧ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://boatnr.org/

* IIT,  બોમ્બે (મુંબઇ) દ્વારા ર૭-૮-ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે રજીસ્ટ્રાર સહિતની અન્ય ૧૯ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://www.iitb.ac.in/

*  ઇન્કમટેક્ષ ઓફ ઇન્ડિયા દ્વારા ૩૦-૯-ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે ઇન્કમટેક્ષ ઇન્સ્પેકટર્સ સહિતની કુલ ર૮ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https://www.incometaxindia.gov.in/

*  ભારત ઇલેકટ્રોનિકસ લિમિટેડ દ્વારા ર૯-૮-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે એન્જીનીયરીંગ એપ્રેન્ટીસ સહિતની કુલ પ૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://www.bel-india.in/

* IOCL     દ્વારા ર૮-૮-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે ટ્રેડ તથા ટેકિનશ્યન એપ્રેન્ટીસની કુલ ૪૮૦ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://iocl.com/

* PGCIL      (પાવરગ્રીડ કોર્પોરેશન ઇન્ડિયા લી.) દ્વારા ર૭-૮-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે ફિલ્ડ એન્જીનીયર્સ વિગેરેની કુલ ૧૮ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://www.powergridindja.com//

*  હિન્દુસ્તાન શીપયાર્ડ લિમિટેડ દ્વારા ૩૦-૮-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે જનરલ મેનેજર વિગેરેની કુલ પ૩ જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

https://www.hslvizag.in/

* IREL (ઇન્ડિયા) લિમિટેડ દ્વારા ૩૧-૮-ર૦ર૧ ની છેલ્લી અરજી તારીખ સાથે ટ્રેડ તથા ટેકિનશ્યન એપ્રેન્ટીસની કુલ ર૧ જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.

https://www.irel.co.in/

*  ગુજરાત સરકાર દ્વારા 'અનુબંધમ' વેબપોર્ટલ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નોકરી દાતા તથા નોકરી ઇચ્છુક બંને પોતાના નામ નોંધાવી શકે છે. નોકરી દાતા પોતાના એકમનું નામ નોંધાવી શકે છે તથા નોકરી ઇચ્છુક ઉમેદવાર પોતાની લાયકાત, આવડત નોંધાવી શકે છે. નોકરીદાતાને કર્મચારીઓની જરૂર ઉભી થતાં તે ઉમેદવારોનો ડેટા તપાસીને ઇન્ટરવ્યુ માટે બોલાવી શકે છે. 

www.anubandham.gujarat. gov.in

*  યુનિયન પબ્લિક સર્વિસ કમિશન () દ્વારા સમગ્ર વર્ષ દરમ્યાન વિવિધ ક્ષેત્રે અલગ - અલગ કેડરની ભરતીઓ સતત ચાલતી જ રહેતી હોય છે. સમયાંતરે વેબસાઇટની મુલાકાત લેવી હિતાવહ છે.

https://www.upsc.gov.in

*  પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (પીજીવીસીએલ) દ્વારા ૭-૯-ર૦ર૧ (સાંજે ૬ વાગ્યા સુધી) ની છેલ્લી અરજી તારીખ સાથે વિદ્યુત સહાયક (જુનીયર એન્જીનીયર - ઇલેકટ્રીકલ) ની કુલ ૪૯ જગ્યાઓ માટે ભરતી ચાલે છે.

pgvcl vidyut sahayak recruitment 2021

*  ગુજરાત સ્ટેટ ઇલેકટ્રીસિટી કોર્પોરેશન લી. દ્વારા ૧૪-૯-ર૦ર૧ ની છેલ્લી ઓનલાઇન અરજી તારીખ સાથે જુનીયર એન્જીનીયર્સ, વિદ્યુત સહાયક, જુનિયર પ્રોગ્રામર, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનીક તથા કંપની સેક્રેટરીની જગ્યાઓ માટે ભરતી ચાલી રહી છે.

gsecl vidyut sahayak and various posts recrutiment 2021

*  માહિતી અને ટેકનોલોજીનો ફાસ્ટ ફોરવર્ડ યુગ ચાલી રહ્યો છે ત્યારે આજના યુવાધન માટે ભવિષ્યમાં ઉજજવળ કારકીર્દી આપતા સંભવીત ક્ષેત્રો પણ ધ્યાનમાં રાખવા જરૂરી છે જેમાં ફર્નીચર સેકટર, જીયોગ્રાફી વિષય, સર્વે, કાર્ટોગ્રાફી, પર્યાવરણ કન્સલટન્ટ, ટાઉન પ્લાનર, મૌસમ ભવિષ્યવકતા, રિમોટ સેન્સીંગ, પત્રકારત્વ, એન્વાયરમેન્ટ લોયર, શિક્ષણ, પ્રોફેશનલ્સ, એગ્રીકલ્ચર સંબંધી કાયદાનું ક્ષેત્ર, ટેકિનકલ ફીલ્ડ, વેટરનરી સાયન્સ, માર્શલ આર્ટ, કમ્પ્યુટર સ્કીલ્સ, આઇ. ટી. કોર્ષ વિગેરેનો સમાવેશ થાય છે.

* H   મદ્રાસ (ચેન્નઇ) માં ઓનલાઇન ડેટા વિજ્ઞાન કોર્ષ સંદર્ભે કેમ્પસ અભ્યાસક્રમોની સાથે સાથે પ્રોગ્રામીંગ અને ડેટા સાયન્સમાં ડીપ્લોમાં કોર્ષ કરી શકાય છે, જેમાં છેલ્લી અરજી તારીખ ૩૦-૮-ર૦ર૧ છે. આ માટે વંચિત વર્ગોના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ પણ મળવાપાત્ર થશે.સત્તા સાથે સેવા કરવાનો તથા સન્માન મેળવવાનો મોકો આપતી સેંકડો નોકરીઓ હાલમાં મળી રહી છે. કે પછી ભવિષ્યમાં આવી રહી છે ત્યારે યોગ્ય લાયકાત, સચોટ માર્ગદર્શન, સ્વપ્રયત્ન, આત્મ વિશ્વાસ, હકારાત્મક અભિગમ, સમાજ તથા કુટુંબ - પરિવાર માટે કંઇક કરી છૂટવાની તમન્ના તથા ઇશ્વરમાં શ્રદ્ધા રાખીને મહેનત કરવા તૂટી પડો-મંડી પડો. ઉજજવળ કારકિર્દી તથા લાખેણી નોકરી આપ સૌની રાહ જોઇ રહ્યા છે. સાચી નીતિથી મહેનત કરનારને ઇશ્વર પણ સાથ આપે જ છે.

સૌને ઓલ ધ બેસ્ટ.

(કોઇપણ જગ્યાએ નોકરી માટેની અરજી કરતા પહેલા ભરતી વિશેની તમામ માહિતી વેબસાઇટ દ્વારા, ફોન દ્વારા, રૂબરૂ કે પછી અન્ય કોઇ સોર્સ દ્વારા જાણી લેવી હિતાવહ છે, કે જેથી લેટેસ્ટ - અપડેટેડ ઇન્ફર્મેશન મળી રહે.)

સવારે ચા સાંજે અકિલા આ કાપલી સાચવી રાખો

(11:53 am IST)