Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

નવેમ્બરમાં શરૂ થતા મતદાર યાદી સુધારણા કાર્યક્રમમાં રાજકોટ શહેર- જીલ્લાના ૨૨૦૦થી વધુ મતદાન મથકો ઉપર ૪ રવિવાર ખાસ ઝુંબેશ

દરેક મતદાન મથક ઉપર સવારે ૧૦ થી સાંજે ૫ સુધી બીએલઓ બેસશે : દર રવિવારનો રીપોર્ટ આપવા પણ આદેશો

રાજકોટ, તા. ૨૭ : આગામી તા. નવેમ્બર માસથી રાજકોટ સહિત રાજયભરમાં શરૂ થઈ રહેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત ચૂંટણીપંચે હવે ૩૦ નવેમ્બર સુધી ચાલનાર આ કાર્યક્રમમાં એક મહત્વની નવી સુચના જાહેર કરી છે.

આ સુચના મુજબ તા.૧૪ નવેમ્બર, ૨૧ નવેમ્બર, ૨૭-૨૮ નવેમ્બરના રવિવારના દિવસે રાજકોટ શહેર જીલ્લાના ૨૨૦૦થી વધુ મતદાન મથકો ઉપર સવારે ૧૦ થી સાંજે ૫ સુધી ખાસ ઝુંબેશ હાથ ધરાશે. આ માટે ઉપરોકત તારીખે દરેક બુથ ઉપર બુથલેવલ ઓફીસરો બેસશે અને મતદાર યાદીમાં નામ કમી, નામ ઉમેરવા, સુધારણા, સ્થળાંતર સહિતના ફોર્મ ભરાવાશે અને સ્વીકારાશે. દરેક રવિવારે આ ઝુંબેશનો રીપોર્ટ સાંજે ૬ વાગ્યે પોતાના ડે.કલેકટર અને નાયબ જીલ્લા ચૂંટણી અધિકારીને મોકલવાના રહેશે. આ બાબતે કલેકટરની સુચનાથી દરેક પ્રાંત અને મામલતદારને બુથ ઉપર મતદાર જાગૃતિ માટે લોકેશન દેખાડતુ બેનર પણ પ્રદર્શિત કરવા આદેશો કરાયા છે.

(11:52 am IST)