Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

સાંજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં 'હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ...' મેઘાણી વંદના કાર્યક્રમ

પ્રફુલ દવે અને હાર્દિક દવે સ્વર શબ્દ સાથે રજુ કરશે ઝવેરચંદ મેઘાણીની રચનાઓ

રાજકોટ, તા. ૨૭ :. આજે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ હોલ ખાતે બપોરે ૩.૩૦ થી ૫.૩૦ સુધી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ૧૨૫મી જન્મ જયંતિ નિમિતે મેઘાણી વંદના યોજાશે.

ગુજરાતની અસ્મિતાના જયોતિર્ધર, રાષ્ટ્ર સમર્પિત સેનાની, લોકસાહિત્યના આજીવન ભેખધારી, નિર્ભિક ધ્યેયનિષ્ઠ પત્રકાર રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની ૧રપ મી જન્મ જયંતીની પૂર્વ સંધ્યાએ તેમની કર્મભૂમિ સૌરાષ્ટ્ર રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને આંગણે મેઘાણીવંદનાનું આયોજન કર્યુ છે. વીટીવી ન્યુઝ અને શ્રી ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર (સૌરાષ્ટ્ર યુનિવર્સિટી)ના સંયુકત ઉપક્રમે હો રાજ મને લાગ્યો કસુંબીનો રંગ કાર્યક્રમ યોજાશે.

યુવા ગાયક કલાકાર હાર્દિક પ્રફુલભાઇ દવે સ્વર શબ્દ સાથે કરશે મેઘાણી વંદના સુપ્રસિધ્ધ ગાયક પ્રફુલભાઇ દવે વિશેષ ઉપસ્થિત રહેશે.

કાર્યક્રમનું ઉદઘાટક શ્રી મોહનભાઇ કુંડારીયા સાંસદ રાજકોટ, શ્રી ધનસુખભાઇ ભંડેરી ચેરમેન મ્યુનિસીપલ ફાયનાન્સ બોર્ડના હસ્તે કરાશે.

કાર્યક્રમના અધ્યક્ષ શ્રી નીતિનભાઇ પેથાણી કુલપતિ ડો. વિજયભાઇ દેસાણી ઉપકુલપતિશ્રી સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રહેશે.

રાજુભાઇ ધ્રુવ, પ્રવકતા ભાજપ સૌરાષ્ટ્ર-કચ્છ, મયુરધ્વજસિંહ જાડેજા જેએમજે ગ્રુપ એમ. ડી., મિલન કોઠારી, કન્વીનર જિલ્લા ભાજપ સાંસ્કૃતિ સેલ, બિહારીભાઇ હેમુભાઇ ગઢવી, પ્રદેશ ભાજપ સાંસ્કૃતિક સેલ સંયોજક ઉપસ્થિત રહેશે.

લાભ લેવા ડો. જે.એમ. ચંદ્રવાડિયા, નિયામક ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આમંત્રણ પાઠવાયુ છે.

(11:50 am IST)