Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

રાજકોટ જેલના ફરાર આરોપીને રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે દબોચી લીધો

રાજકોટ તા. ર૭ : રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી પેરોલ ઉપર છુટી નાશી છુટેલ આરોપીને રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો હતો.જીલ્લાના નાસતા ફરતા તેમજ પેરોલ રજા ઉપરથી હાજર ન થયેલ આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસ.પી.બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના પી.એસ.આઇ. વી.એમ. કોલાદરા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા ત્યારે રાજકોટ જેલમાં ભરણપોષણના ગુન્હામાં સજા કાપતો પાકા કામનો કેદી રણજીત ગોરધનભાઇ જોરીયા રે. ખીરસરા તા.લોધીકા જેલમાંથી પેરોલ પર છુટયા બાદ નાસી છુટતા તેને દબોચી લઇ જેલમાં ધકેલી દિધો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ પેરોલ ફર્લો સ્કવોડના એએસ.આઇ. કરશનભાઇ કલોતરા, હેડ કો. પ્રભાતસિંહ પરમાર, વિરરાજભાઇ ધાંધલ, નારણભાઇ છૈયા, પો.કો.મહેન્દ્રસિંહ સોલંકી, કુમારભાઇ ચૌહાણ, રીયાઝભાઇ, ડ્રા.એ.એસ.આઇ. રાયધનભાઇ ડાંગર તથા વિરમભાઇ રોકાયા હતા.

(11:50 am IST)