Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

જય નાગદેવતા

આજે નાગપંચમી નિમિતે ઠેરઠેર પૂજા અર્ચના

શ્રાવણ વદ પાંચમને નાગ પંચમી તરીકે મનાવવામાં આવે છે. આજે નાગ પંચમી હોય નાગ દેવતાના મંદિરોમાં સવારથી જ પૂજન અર્ચનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. સરમળીયા દાદા, વાસંગી દાદા, વાસુકી દાદા, ખેતલા આપા, ગોગા બાપા એમ વિવિધ નામોથી પૂજાતા નાગદાદાને દુધનો પ્રસાદ ધરાવવામાં આવે છે. રાજકોટમાં રાજકુમાર કોલેજ પાસે આવેલ નાગદેવતાના મંદિરે તેમજ રૈયા રોડ ઉપર અને ગાંધીગ્રામ શાહનગરમાં આવેલ નાગદેવતાના મંદિરમાં આજે વહેલી સવારથી જ પૂજન અર્ચનના કાર્યક્રમો ચાલી રહ્યા છે. ભાવિકો દ્વારા નાગદાદાનું પૂજન અર્ચન થતુ તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
 

(11:49 am IST)