Gujarati News

Gujarati News

News of Friday, 27th August 2021

કાલથી ઇશ્વરીયા પાર્ક ૫ દિ'બંધ

કોરોના ન ફેલાય તે માટે તંત્રનો નિર્ણય : સત્તાવાર જાહેરાત કરાઇ...

રાજકોટ,તા. ૨૭:  ઈશ્વરીયા પાર્કના મેનેજર ની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજકોટ જિલ્લા મેજીસ્ટ્રેટશ્રીના તારીખ ૧૭, ઓગસ્ટ - ૨૦૨૧ ના જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે WHO દ્વારા કોરોનાની વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવેલ છે. કોરોના વાયરસનો ફેલાવો શ્વાસોશ્વાસ દ્વારા, ડ્રોપલેટ દ્વારા સીધા સંપર્કથી થતો હોય છે.  હાલમાં વિશ્વમાં તથા દેશમાં પ્રવર્તી રહેલી કોરોના વાયરસની પરિસ્થિતિને ધ્યાને લઇ રાજયમાં કોરોના વાઇરસનો ફેલાવો ન થાય તે માટે ઉપરોકત જાહેરનામાથી મળેલ સૂચનાઓ અન્વયે તકેદારીના પગલારૂપે વધારે સંખ્યામાં વ્યકિતઓને એકત્રિત થવાની મનાઇ ફરમાવેલ છે. ઇશ્વરિયા પાર્કમાં સહેલાણીઓ દ્વારા ખૂબ જ વધુ માત્રામાં મુલાકાત લેવાતી હોય જેને ધ્યાને લઇ કોરોનાની મહામારી વધુ ન ફેલાય તે માટે તારીખ ૨૮ મી ઓગસ્ટ થી તારીખ ૧ લી સપ્ટેમ્બર ૨૦૦૧ સુધી જન્માષ્ટમીના તહેવારો દરમિયાન જાહેર હિતાર્થે ઈશ્વરીયા પાર્ક સહેલાણીઓ માટે બંધ રાખવામાં આવનાર છે. જેની તમામ સહેલાણીઓને નોંધ લેવા યાદીમાં જણાવવામાં આવે છે.
 

(11:52 am IST)