Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

કાલે રેસકોર્ષ મેદાનમાં ૧૦૧ સર્વજ્ઞાતિય સમુહલગ્ન

સી.આર.પાટીલ નવદંપતિઓને આશીર્વાદ આપશે, તેઓની રકતતુલા પણ થશેઃ કરીયાવરમાં દીકરીઓને ૧૩૯થી વધુ વસ્‍તુઓ અપાશે

રાજકોટ,તા.૨૬: રંગીલા રાજકોટમાં સાગર ફાઉન્‍ડેશન દ્વારા સર્વધર્મ સમભાવ સમા ૧૦૧ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્‍સવનું જાજરમાન આયોજન થયું છે. આવતીકાલે રવિવારે રેસકોર્સના ગ્રાઉન્‍ડમાં એક તરફ નિકાહ અને બીજી બાજુ આ સમિયાંણા વેદિક વિધિથી સપ્‍તપદીના વચનો સાથે ફેરા ફરતા હોઈ તેવા કોમી એખલાસના દર્શન થનાર છે. જેની તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

રંગીલા રાજકોટને આંગણે રૂડા આ અવસરમાં ૧૦૧ સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન  સાથે મેગા રકતદાન કેમ્‍પ એકત્રિત કરી સાગર ફાઉન્‍ડેશન આ અવસર નિમિતે ૧૧૦૦ બોટલ રકત એકત્રિત કરી જરૂરિયાતમંદ દર્દીઓ માટે સુપ્રત કરાશે. પ્રદેશ ભાજપ અધ્‍યક્ષ સી.આર.પાટીલ ખાસ હાજરી આપી નવદંપત્તિઓને આશીર્વાદ આપશે. મેગા રકતદાન કેમ્‍પ અંતર્ગત તેઓની રકતતુલા પણ કરવામાં આવશે.

આ અવસર સમૂહલગ્નમાં ભાગ લેનાર તમામ કન્‍યાઓને પ્રધાનમંત્રી વિમા સુરક્ષા યોજના અંતર્ગત સુરક્ષા કવચ અપર્ણ કરવામાં આવશે. જયારે આ ૧૦૧ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્‍સવમાં અતિથિમાં પ્રદેશ ભાજપ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડા, રાજકોટ સાંસદ મોહનભાઈ કુંડારીયા, રાજયસભા સાંસદ રામભાઈ મોકરીયા, રાજયમંત્રી અરવિંદભાઈ રૈયાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, મેયર ડો.પ્રદીપ ડવા, પ્રદેશ ભાજપ ઉપપ્રમુખ ડો.ભરતભાઈ બોઘરા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી તેમજ લાડલી ફેઈમ અને લોકગાયક કીર્તિદાન ગઢવી ઉપસ્‍થિત રહેશે.

(4:29 pm IST)