Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

દેવચડી ખાતે શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહ

રાજકોટ તા. ર૬: દેવચડી (ગોંડલ) ખાતે ધોણીયા પરિવારના આંગણે શ્રીમદ્દ ભાગવત સપ્‍તાહનું આયોજન થયું છે. કથાનો પ્રારંભ તા. ૩ એપ્રિલના રવિવારે થશે કથા વિરામ તા. ૯ ને શનિવારે થશે કથા દરમ્‍યાન શ્રીરામ જન્‍મ, શ્રી કૃષ્‍ણ જન્‍મ વિગેરે ઉત્‍સવો ઉજવાશે. તા. પ ને મંગળવારે રાત્રે નાટક માંનો ગરબો, તા. ૮ના લોકડાયરો, તા. ૧૦ના રવિવારે સમસ્‍ત ધોણીયા પરિવારનું સ્‍નેહ મિલન, સન્‍માન સમારોહ નવચંડી યજ્ઞ (ર૧ કુંડી) રાખેલ છે.

(4:26 pm IST)