Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

કાલે મોર્ડન સ્‍કુલ ખાતે સર્વરોગ નિદાન કેમ્‍પ

રાજકોટ તા. ર૬: મોર્ડન સ્‍કુલ ભગવતીપરા દ્વારા કાલે તા. ર૭ના રવિવારે સવારે ૧૦ થી ૧, બપોરે ૩ થી ૬, સર્વરોગ નિદાન કેમ્‍પનું આયોજન કરાયું છે. જેમાં નિદાન, તપાસ, દવા નિઃશુલ્‍ક રહેશે. કેમ્‍પમાં ડાાયબીટીસ, બીપી, માથાનો દુઃખાવો, શરદી, ઉધરસ, તાવ, કળતર, કબજિયાત, અસાધ્‍ય બીમારી, વજન, વધારો, ઘટાડો, બીએમઆઇનું મફત નિદાન શિવમ જનરલ કિલનીક (ડો. દેવ ડાંગર, ડો. અંજુમન ચૌહાણ, સાન્‍વી સર્જીકલ (ડો. અક્ષય ભુવા)ના સૌજન્‍યથી રાખવામાં આવેલ છે.

(4:18 pm IST)