Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

શહેર ભાજપ દ્વારા ક્રિકેટ આઇ.પી.એલ શીડયુઅલ કાર્ડનું વિતરણ

રાજકોટ,તા. ૨૬ : શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની  સંયુકત યાદીમાં જણાવાયું છે કે ર૦૦૭માં ભારતીય ક્રિકેટ ટીમે આઈસીસી ટી-ર૦ વર્લ્‍ડકપ ફાઈનલમાં પાકીસ્‍તાન સામે ભવ્‍ય વિજય પ્રાપ્‍ત કર્યો અને ક્રિકેટપ્રેમીઓએ ક્રિકેટના ર૦-ર૦ ફોરમેટને અભૂતપૂર્વ પ્રતિસાદ આપ્‍યો. ક્રિકેટરસીયાઓના આકર્ષણનું કેન્‍દ્ર રહેલી ઈન્‍ડીયન પ્રીમીયર લીગ(આઈપીએલ) સીઝનનો પ્રારંભ થઈ ગયો છે.

શહેર ભાજપ દ્વારા ક્રિકેટપ્રેમીઓ આઈ.પી.એલ.નું સમગ્ર શીડયુઅલ  દર્શાવતા આકર્ષક અને નયનરમ્‍ય કાર્ડ બહાર પડાયા છે, જે ક્રિકેટરસિકોમાં આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા છે. શહેર ભાજપ દ્વારા એક લાખથી વધુ આઈપીએલનું  શીડયુઅલ દર્શાવતા કાર્ડનું વિતરણ કરવામાં આવશે.એમ અંતમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરની યાદીમાં જણાવાયું હતું. 

(4:14 pm IST)