Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

કાલે સુમધુર ગીતોનો ગુલદસ્‍તો

એચ.પી.સ્‍ટુડીયો સ્‍વર સાધના દ્વારા : એચ.પી.પટેલ, એનસીજીના કમાન્‍ડો તુષાર જોશી સહિતના ગાયક કલાકારો સુમધુર ગીતો પિરસશે

રાજકોટ,તા.૨૬: ફિલ્‍મ જગત આજે શોકમાંથી પસાર થઈ રહયુ છે. અહિં સ્‍વ.લતા મંગેશકર તેમજ શ્રી બપ્‍પી લહેરી કેમ ભુલી શકાય. વિશ્વ વિખ્‍યાત ભારતીય સન્‍માનીત નારી સ્‍વ.લત્તા મંગેશકર, જેમણે ભારતના સર્વોચ્‍ચ એવોર્ડ મેળવેલ છે. જેવા કે પદ્મ ભુષણ, પદ્મ વિભુષણ, ભારત રત્‍ન તેમજ ફિલ્‍મ જગતનો સર્વોચ્‍ચ દાદા સાહેબ ફાળકે એવોર્ડ તથા ફિલ્‍મફેર એવોર્ડથી નવાજીત કોકીલ કંઠી સ્‍વર સમ્રાજ્ઞી નારીને કેમ ભુલી શકાય?

ફિલ્‍મ જગતના નામી સીંગર તથા મ્‍યુઝીક ડાયરેકટર શ્રી બપ્‍પી લહેરી પણ આપણી વચ્‍ચેથી વિદાય લીધેલ છે. આમ બન્‍ને મહાનુભાવથી આપણે વંચીત થયેલા છે. છતા તેમના દ્વારા ખૂબ જ ઉત્તમકોટીના ગીતો તથા સુમધુર સંગીત આપણી વચ્‍ચે સદા માટે રહેશે.

આવી યાદીઓનો એક ગુલદસ્‍તો લઈને શ્રી એચ.પી.પટેલ આવી રહ્યા છે. જે એચ.પી.મ્‍યુઝીકલ સ્‍ટુડીઓ ‘‘સ્‍વર સાધના''ના બેનર નીચે તા.૨૭ના રવિવારે સાંજના ૫:૩૦ વાગ્‍યે સિનીયર સિટીજન્‍સ પાર્ક ઈવનીંગ પોસ્‍ટમાં તેમની કલા પીરસશે.

આ કાર્યક્રમમાં ભારત સરકાર તરફથી રાષ્‍ટ્રપતિ દ્વારા સેવા એવોર્ડથી સન્‍માનિત ફઘ્‍ઞ્‍ કમાન્‍ડો કર્નલ શ્રી તુષાર જોષી દ્વારા યાદગાર ગીતો પણ રજુ કરશે. તેમની સાથે સહકલાકાર શ્રી ધીરૂભાઈ કનેરીયા, હેમાંશું કકૈયા, નિરત ઉનડકટ, દિલીપસિંહ ડોડીયા, સંજય રાવલ, મહેશ કોટેચા, ડો.પ્રદિપ કણસાગરા તેમજ શ્રીમતિ વંદના વ્‍યાસ, શ્રીમતી ચેતના રાજયગુરૂ તથા જાગૃતિ દુબલ જોડાશે.

(4:14 pm IST)