Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ફેરવવા માટે બે મહિનામાં બે બાઇક ચોરી કર્યાઃ કિશન અને રમીઝ પકડાયા

ડીસીબીના એમ. જે. હુણની ટીમના ભાવેશભાઇ ગઢવી અને નગીનભાઇ ડાંગરની બાતમી

રાજકોટ તા. ૨૬: મોજશોખ માટે વાહન ચોરીના રવાડે ચડી ગયેલા બે શખ્‍સને ડીસીબીની ટીમે પકડી લઇ બે વાહન ચોરીનો ભેદ ઉકેલ્‍યો છે.

પોલીસે કિશન સુરેશભાઇ સગર (રજપૂત) (ઉ.૧૯-ધંધો ઓટો ગેરેજમાં નોકરી, રહે. સાધુ વાસવાણી રોડ ઇન્‍ડિયન પાર્ક આવાસ યોજના ક્‍વાર્ટર બ્‍લોક ૬/૮૦૮) તથા રમીઝ રમઝાનભાઇ જેસડીયા (ઘાંચી) (ઉ.૧૮-ધંધો ફ્રુટની લારી, રહે. સાધુ વાસવાણી રોડ શાક માર્કેટ પાસે આવાસ ક્‍વાર્ટર ૩/૨૭)ને કોન્‍સ. ભાવેશભાઇ ગઢવી અને નગીનભાઇ ડાંગરની બાતમી પરથી પકડી લઇ રૂા. ૫૦ હજારના બે બાઇક કબ્‍જે કર્યા છે.

બંનેએ બે મહિના પહેલા રાષ્‍ટ્રીય શળાા નજીકથી સાંજે છએક વાગ્‍યે અને સાધુ વાસવાણી રોડ પર ગોલ્‍ડન સુપર માર્કેટવાળી શેરીમાંથી ચોરી કર્યાનું કબુલ્‍યું હતું. બંને પોતાને વાહન ફેરવી મોજશોખ કરવી હોઇ એ કારણે આ વાહનો ઉઠાવ્‍યાનું રટણ કરતાં હોઇ વિશેષ તપાસ યથાવત રખાઇ છે.

પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના અને પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીએસઆઇ એમ. જે. હુણ તથા ટીમના મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, સિધ્‍ધરાજસિંહ જાડેજા, વિરેન્‍દ્રસિંહ ઝાલા, નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવીએ આ કામગીરી કરી હતી.

(4:48 pm IST)