Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

જખરાપીર દાદાની જગ્‍યા પાળધામમાં સોમવારથી રામકથા

દરરોજ પ્રસંગો ઉજવાશે : સોમવારે નાટક, બુધવાર અને શુક્રવારે લોકડાયરો : તા. ૩ ના માતાજીનો માંડવો

રાજકોટ તા. ૨૬ : આઇશ્રી ઘુનાવાળી ખોડીયાર માતાજી તથા શ્રી જખરાપીર દાદાની જગ્‍યામાં  તા. ૨૮ ના સોમવારથી શ્રીરામચરિત માનસ રામ પારાયણનો મંગલ પ્રારંભ થઇ રહ્યો છે.

કથાના વ્‍યાસાસને પાલનપુરવાળા પૂ. મહંતશ્રી ક્ષિપ્રાગીરીજી મહારાજ બીરાજી તા. ૫ એપ્રિલ સુધી દરરોજ સવારે ૯ થી ૧૨ અને બપોરે ૩ થી ૬ કથામૃતનું રસપાન કરાવશે.

કથાના પ્રારંભ અવસરે સોમવારે સવારે ૭.૩૦ વાગ્‍યે જખરાપીર દાદા મંદિર જયંતિ મહોન્‍સવ નિમિતે નવકુંડી મહાયજ્ઞ રાખેલ છે. જયારે કથાની પોથીયાત્રા બપોરે ૩.૩૦ વાગ્‍યે પાળગામ રામજી મંદિરેથી પ્રારંભ થશે. કથા દરમિયાન આવતા પ્રસંગો વેશભુષા સાથે જયંતિભાઇ મીષાી ડોડીયાળાવાળા રજુ કરશે.

દરમિયાન પ્રથમ દિવસે સોમવારે ભક્‍તિમય નાટક ઓઢા જામની હોથલ પદમણી રજુ થશે. તેમજ તા. ૩૦ ના બુધવારે રાત્રે લોકડાયરામાં પૂનમ ગોંડલીયા, દેવદાન ગઢવી, શિવદાન બારોટ ગ્રુપ તેમજ તા. ૧ ના શુક્રવારે રાત્રે લોકડાયરામાં દલસુખ પ્રજાપતિ, યોગીતાબેન પટેલ, જયોતિદાન ગઢવી ગ્રુપ જમાવટ કરશે.

જયારે તા. ૩ ના રવિવારે માતાજીનો માંડવો અને બપોરે ૧ વાગ્‍યે બાવનગજની ધ્‍વજા ચડાવવામાં આવશે. ૧.૩૦ વાગ્‍યે ચાદર ચડાવાશે.

કથા દરમિયાન ગામ - બહારગામથી પધારેલ ભકતજનો માટે ભોજન પ્રસાદ અને ચા-પાણીની ચોવીસે કલાક સેવા અપાશે. ધર્મપ્રેમીજનોએ કથા શ્રવણનો લાભ લેવા આઇશ્રી ઘુનાવાળી ખોડીયાર ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.

(4:10 pm IST)