Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

આજે પણ ફૂડ શાખાના દરોડા

રૈયા રોડ - સામાકાંઠે ફરસાણ - મસાલા - ઠંડા પીણાના ૧૬ ધંધાર્થીને ત્યાં ચેકીંગ ઃ ૬૦ નમૂનાની ચકાસણી

હસનવાડી મેઇન રોડ, બાતા સીતારામ ચોક, રૈયા રોડ પરથી દૂધ, કુકીંગ ઓઇલના પાંચ નમૂના લેવાયા : યાજ્ઞીક રોડ પર વિવિધ ફાસ્ટ ફૂડમાં તપાસ: હાઇજિનીક કંડીશન જાળવવા નોટીસ

રાજકોટ તા. ૨૬: મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ફૂડ સેફટી ઓન વ્હીલ્સ વાન સાથે રૈયા રોડ તથા પેડક રોડ વિસ્તારમાં આવેલ દૂધ, ફરસાણ, મસાલા તથા ઠંડાપીણાંના ધંધાર્થીને સ્થળ પર ચકાસણી હાથ ધરવામાં આવેલ. જેમાં કુલ ૧૬ ફુડ બિઝનેસ ઓપરેટર દ્વારા વેંચાણ કરતાં મરચાં પાવડર, હળદર પાવડર, જીરું પાવડર, ધોલર મરચું, કાશ્મીરી મરચું, રેશમપટ્ટો મરચું, વરિયાળી, રાય, દૂધ, પનીર, કોલડ્રિંકસ તથાઙ્ગ વપરાશમાં લેવાતા ખાધ્યતેલ મળીને કુલ ૬૦ નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવેલ.ઙ્ગ

આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ ફુડ વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરીની વિગત આ મુજબ છે.

મહાનગરપાલિકાના ફૂડ વિભાગને આવેલ ફરિયાદના અનુસંધાને જાગનાથ પ્લોટ-૮, ડો.યાજ્ઞિક રોડ પર આવેલ વિધિ ફાસ્ટફૂડ માં તપાસ કરી નિયમિત પેસ્ટ કંટ્રોલ કરવા તથા હાઇજિનિક કંડીશન જાળવવા બાબતની નોટિસ આપવામાં આવેલ

સાઇકલ ફેરીયા દ્વારા વેચાણ કરતી આઇસક્રીમની એજન્સીમાં તપાસ કરવા માં આવેલ. જેમાં ગાંધીગ્રામ, દિપક સોસાઇટી, રૈયા રોડ પર આવેલ મુરલીધર એન્ટરપ્રાઈઝ માં તેમજ ઉદયનગર-૧, મવડી રોડ, પર આવેલ નવદુર્ગા એન્ટરપ્રાઈઝ ની સ્થળ તપાસ કરી સ્થળ પર હાઇજિનિક કંડીશન જાળવવા, નિયમિત પેસ્ટ કંટ્રોલ કરવા, ફૂડ પ્રિઝર્વેશન એરિયા અલગ રાખવા તથા ફેરી કરતા વિક્રેતાના ફૂડ નો પરવાનો મેળવી લેવા બાબતની નોટિસ આપવામાં આવેલઙ્ગ

પાંચ નમૂના લેવાયા

(૧) મિકસ દૂધ (લુઝ)ના શિવમ ડેરી ફાર્મ - વાલ્કેશ્વર સોસાઇટી- હસનવાડી મેઇન રોડ કોર્નર, (૨) મિકસ દૂધ (લુઝ)ના શ્રી સીતારામ વિજય પટેલ આઇસક્રીમ એન્ડ ડેરી ફાર્મ - બોલબાલા માર્ગ, (૩) મિકસ દૂધ (લુઝ)ના રામ કૃષ્ણ ડેરી ફાર્મ - કેપિટલ માર્કેટ, શોપ નં. -૧, ગ્રા. ફલોર,૨૨- ન્યુ જાગનાથ પ્લોટ, (૪) યુઝડ કૂકિંગ ઓઇલ (લુઝ)માંથી જય ગોપાલ ઘૂઘરા (લારી) - બાપા સીતારામ ચોક, નક્ષત્ર -૭ પાસે, રૈયા રોડ, (૫)યુઝડ કૂકિંગ ઓઇલ (લુઝ)માંથી જય સોમનાથ વડાપાવ (લારી) - બાપા સીતારામ ચોક, નક્ષત્ર -૭ પાસે, રૈયા રોડ સહિત કુલ પાંચ નમૂના લેવામાં આવ્યા છે

(4:43 pm IST)