Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

રેસકોર્ષ બાલભવન પાસેથી બાદશાહ ઉર્ફે ભુરો ચોરાઉ બાઇક સાથે પકડાયો

પ્રનગર પોલીસે મોરબીના શખ્‍સને પકડી બાઇક કબ્‍જે કર્યુ

રાજકોટ તા. ર૬ : રેસકોર્ષ રીંગ રોડ પર બાલભવન પાસેથી પ્રનગર પોલીસે બાતમીના આધારે મોરબીના શખ્‍સને ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રેસકોર્ષ રીંગ રોડ પર એક શખ્‍સ ચોરાઉ બાઇક સાથે નીકળ્‍યો હોવાની પ્રનગર પોલીસ મથકના હેડકોન્‍સ ધર્મેશભાઇ ડાંગર અને કોન્‍સ મહાવિરસિંહ જાડેજાને બાતમી મળતા બાલભવન પાસેથી બાદશાહ ઉર્ફે ભુરો ઉર્ફે સમલો રમઝાનભાઇ શાહમદાર (ઉ.રર) (રહે. કાલીકા પ્‍લોટ સોસાયટી)ને જી.જે.૩ ઇકયુ. ૪ર૮૭ નંબરના ચોરાઉ બાઇક સાથે પકડી લીધો હતો. આ કામગીરી પી.આઇ.એમ. એ. ઝણકાંતના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. કે.ડી.પટેલ, હેડકોન્‍સ ધર્મેશભાઇ ડાંગર, કોન્‍સ ધર્મરાજસિંહ ઝાલા, મહાવીરસિંહ જાડેજા અને અશોકભાઇ હુંબલ દ્વારા કરવામાં આવી હતી.

(3:28 pm IST)