Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

વિરપુરના ગેસ્‍ટ હાઉસમાં મહિલા ઉપરના બળાત્‍કાર કેસમાં પકડાયેલ આરોપી જામીન પર

રાજકોટ તા. ર૬ :.. જેતલસર ગામની ફરીયાદી મહિલાને સાળીના ધંધા અર્થે વિરપુર બોલાવી ગેસ્‍ટ હાઉસમાં મહિલાની ઇચ્‍છા વિરૂધ્‍ધ શારીરિક સબંધ બાંધી બળાત્‍કારના ગુનામાં હાઇકોર્ટ દ્વારા જામીન અરજી મંજૂર કરવામાં આવ્‍યા હતાં.

આ કેસની વિગત મુજબ તા. ર૬-૧-ર૦રર ના રોજ ફરીયાદી મહિલા તથા તેની બહેનપણી બન્ને ડ્રેસ વેંચવા માટે લેવાના હોય જેથી ધર્મેશભાઇ વઘાસીયાને ફોન કરી અને વિરપુર મળેલા અને ત્‍યારથી આરોપી તેના  એક મીત્ર સાથે આવેલ અને ફરીયાદી અને તેની મિત્રને ફોર વ્‍હીલમાં બેસાડીને ગેસ્‍ટ હાઉસમાં લઇ ગયેલ. અને ગેસ્‍ટ હાઉસના રૂમમાં પહોંચ્‍યા બાદ આરોપીએ ફરીયાદીની બહેન પાણી તેના મિત્રો સાથે નાસ્‍તો અને પાણી લેવા માટે નીચે મોકલી આવેલા. અને રૂમનો દરવાજો બંધ કરી ફરીયાદીને તેની ઇચ્‍છા વિરૂધ્‍ધ બળાત્‍કાર કરીને જો કોઇને વાત કરીશ તો જાનથી મારી નાખીશ. તેવી ધમકી આપીશ. ત્‍યારબાદ ફરીયાદીએ વિરપુર હોસ્‍પીટલમાં જઇ સારવાર લીધેલી અને વિરપુર પોલીસ સ્‍ટેશનમાં આરોપી વિરૂધ્‍ધ આઇ. પી. સી. ની કલમ ૩૭૬ તથા પ૦૬  (ર) મુજબની ફરીયાદ લખાવેલ હતી.

ત્‍યારબાદ આરોપીને અટક કરીને નીચેની કોર્ટમાં રજૂ કરતા તેને જેલ હવાલે કરેલ અને સેશન્‍સ કોર્ટમાં અરજી નામંજૂર કરતા આરોપી ધર્મેશ વઘાશીયાએ તેમના વકીલ મારફત નામ. ગુજરાત હાઇકોર્ટમાં  જામીન અરજી દાખલ કરેલ. જેમાંના ગુજરાત હાઇકોર્ટના જજશ્રી ગીતા ગોપીએ આરોપીને શરતોને આધીન જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ છે.આ કામમાં આરોપી ધર્મેશ વઘાસીયા વતી રાજકોટના એડવોકેટ બાલાભાઇ એન. સેફાતરા, કિશન બી. વાલવા તથા વિજય બી. જોશી રોકાયા હતાં. તેમજ હાઇકોર્ટના એડવોકેટ ડી. એસ. ભરવાડ રોકાયેલ હતાં.

(3:26 pm IST)