Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

મનમાની વેરા શાખા ઉંધા માથે

કુવાડવા રોડ-પારેવડી ચોક-ભકિતનગર સ્ટેશન વિસ્તારમાં ૧૯ મિલ્કતને તાળા-૮રને જપ્તીની નોટીસ

આજે રૃા. પપ.૩૩ લાખની વસુલાતઃ ચાલુ નાણાકીય વર્ષનો બાકી વેરો વસુલવા નળ કનેકશન કપાત, મીલ્કત સીલ, જપ્તીની નોટીસ સહિતની કાર્યવાહી કરતુ તંત્ર

રાજકોટ તા. ર૬:.. મ્યુ. કોર્પોરેશનની  વેરા શાખા દ્વારા ચાલુ નાણાકીય વર્ષનો બાકી વેરો વસુલવા મિલ્કત સીલ, જપ્તીની નોટીસ, તથા નળ કનેકશન કટ્ટ સહિતની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે શહેરના વિવિધ વિસ્તારમાં ૧૯ મિલ્કતો સીલ તથા ૮રને જપ્તીની નોટીસ આપવામાં આવી છે. આજે રૃા. પપ.૩૩ લાખની વસુલાત થવા પામી છે. આ અંગે મનપાની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ વેરા વસુલાત શાખા દ્વારા વર્ષ ર૦ર૧-રર ની રીકવરી ઝૂંબેશ અંતર્ગત કુવાડવા રોડ, પારેવડી ચોક, ભકિતનગર સ્ટેશન પ્લોટ, જયોતિનગર મેઇન રોડ, ગુલાબવાડી મેઇન રોડ, કોઠારીયા મેઇન રોડ સહિતના વિસ્તારમાં ૧૯ મિલ્કતોને સીલ કરેલ તથા ૮ર મીલ્કતોને ટાંચ જપ્તી નોટીસ આપી છે. આજે રૃા. પપ.૩૩ લાખ ની વસુલાત કરવામાં આવી છે. આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, નિરજ વ્યાસ,  વિવેક મહેતા, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સ્પેકટર તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશનર કગથરા, સમીર ધડુક તથા વી. એમ. પ્રજાપતિના માર્ગદર્શન  હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

(3:26 pm IST)