Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ખાદ્યતેલોમાં સટ્ટાખોરી બેકાબુઃ સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧પ રૃા.નો ઉછાળો

છેલ્લા ૩ દિવસમાં સીંગતેલમાં ૬૦, કપાસીયા તેલમાં ૪૦ રૃા. વધી ગયાઃ સીંગતેલ નવા ટીનના ભાવ ર૬૪પ રૃા.

રાજકોટ, તા., ૨૬: ખાદ્યતેલોમાં સટ્ટાખોરી પુનઃ બેકાબુ બની હોય તેમ  છેલ્લા ૩ દિવસથી સીંગતેલ અને કપાસીયા તેલમાં રોજે રોજ ભાવ વધારો થઇ રહયો છે. આજે સીંગતેલ અને કપાસીયા તેલમાં વધુ ૧૫ રૃપીયાનો ઉછાળો થયો છે.

સ્થાનીક બજારમાં રાજકોટ સહીતના મુખ્ય યાર્ડો બંધ હોય કાચા માલની અછત અને વેચવાલી ઓછી રહેતા આજે સીંગતેલમાં વધુ ૧૫ રૃપીયાનો ભાવ વધારો થયો હતો. સીંગતેલ લુઝ (૧૦ કિ.ગ્રા.)નો ભાવ વધીને ૧૫૫૦ રૃા. અને સીંગતેલ નવા ટીનના ભાવ ૨૫૮૦ થી ર૬૩૦ રૃપીયા હતા તે વધીને ૨૫૯૫ થી ૨૬૪૫ રૃા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા. તેમજ કપાસીયા તેલમાં વધુ ૧પ રૃપીયાનો ઉછાળો થતા કપાસીયા તેલ લુઝના ભાવ વધીને ૧પ૧૫ અને કપાસીયા ટીનના ભાવ રપર૦ થી રપ૪૦ રૃા. હતા તે વધીને રપ૩પ થી ૨૫૬૫ રૃા. થયા હતા.  ખાદ્યતેલોમાં સતત તેજીના કારણે છેલ્લા ૩ દિવસમાં સીંગતેલ ડબ્બે ૬૦ રૃા. અને કપાસીયા ટીનમાં ૪૦ રૃા.નો તોતીંગ ભાવવધારો થયો છે. ખાદ્યતેલોમાં તેજી કયારે અટકશે? તેવો પ્રશ્નો લોકોમાં પુછાઇ રહયો છે.

(3:23 pm IST)