Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

વાવડીમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા

તાલુકા પોલીસનો દરોડોઃ ગોપાલ, રોહીન અને રામજીની ધરપકડ

રાજકોટ,તા. ૨૬ : વાવડી ગામમાં તાલુકા પોલીસે બાતમીના આધારે દરોડો પાડી તીનપતીનો જુગાર રમતા ત્રણ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ વાવડી ગામમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની બાતમીના આધારે તાલુકા પોલીસ મથકના હેડ કોન્‍સ. મોહસીન ખાન મલેક સહિતના સ્‍ટાફે દરોડો પાડી તીનપતીના જુગાર રમતા વાવડીમાં ઝુપડપટ્ટીના ગોપાલ મુનાભાઇ સોલંકી, રોહીત રૂપસીંગ પરમાર અને રામજી શીવાભાઇ વાઘેલાને પકડી લઇ રૂા. ૧૦,૧૦૦ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી. 

(4:46 pm IST)