Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ગોવર્ધન ચોક પાસે ફિલ્મી ઢબે પીછો કરી માલવીયાનગર પોલીસે બૂટલેગર ધર્મેશને દારૃ ભરેલી કાર સાથે પકડ્યો

કારમાંથી ૭૭,૫૦૦નો જથ્થો મળ્યોઃ કોન્સ. કુલદિપસિંહ જાડેજા અને હરપાલસિંહ જાડેજાની બાતમીઃ પીઆઇ કે. એન. ભુકણ, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરીની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ર૬: દોઢસો ફુટ રીંગ રોડ પર ગોવર્ધન ચોક પાસેથી ફીલ્મી ઢબે પીછો કરી માલવીયાનગર પોલીસે ૭૭ હજારના દારૃ ભરેલી કાર સાથે બુટલેગરને ઝડપી લીધો હતો.

મળતી વિગત મુજબ દોઢસો ફુટ રોડ પરથી એક દારૃ ભરેલી કાર નીકળવાની હોવાની માલવીયાનગર પોલીસ મથકના કોન્સ. કુલદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજાને બાતમી મળતા દોઢસો ફુટ રીંગ રોડ પર વોચમાં હતાં. ત્યારે એક જીજે-૩-ઇ.સી-૩૭૪૪ નંબરની કાર નીકળતા બુટલેગર પોલીસને જોઇ કાર ભગાવતા પોલીસે તેનો પીછો કરી તેને ગોવર્ધન ચોક પાસેથી કારને અટકાવી તલાસી લેતા તેમાંથી રૃા. ૭૭,પ૦૦ ની કિંમતની દારૃની ૧પપ બોટલ મળી આવતા બુટલેગર ધર્મેશ ઉર્ફે લાલો કમલેશભાઇ ભોજાણી (ઉ.વ.ર૪) (રહે. નાના મવા ગામ શેરી નં. ૯) ને પકડી લીધો હતો. અને પોલીસે દારૃનો જથ્થો તથા કાર મળી રૃા. ર,૭૭,પ૦૦ નો મુદામાલ કબ્જે કર્યો હતો.

ધર્મેશ ઉર્ફે લાલો અગાઉ રાજકોટ અને અમરેલીમાં દારૃના ચાર ગુનામાં પકડાઇ ચૂકયો છે.  દારૃનો જથ્થો રાજસ્થાનથી લઇ આવ્યો હોવાનું રટણ કરતાં પોલીસે તેના રીમાન્ડની તજવીજ હાથ ધરી છે. આ કામગીરી પીઆઇ કે. એન. ભુકણના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, હેડ કોન્સ. મસરીભાઇ ભેટરીયા, દીગ્પાલસિંહ, ધર્મરાજસિંહ, કુલદીપસિંહ, હરપાલસિંહ, રોહીતભાઇ તથા અંકીતભાઇ દ્વારા કરવામાં આવી હતી.

(3:21 pm IST)