Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

બાપાસીતારામનગર અને ગઢકામાં વાડીના મકાનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડોઃ પત્તા ટીંચતા ર૧ ઝડપાયા

ક્રાઇમબ્રાંચના પી.એસ.આઇ.એ.બી.વોરા અને બી.જે.કડછાની ટીમનો દરોડોઃ ૧.પ૬ લાખની રોકડ કબ્‍જે

રાજકોટ તા. ર૬ : થોરાળા મેઇન રોડ પર બાપાસીતારામનગર અને ગઢકા ગામ પાસે વાડીના મકાનમાં ક્રાઇમ બ્રાંચની ટીમે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ર૧ શખ્‍સોને પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ થોરાળા મેઇન રોડ પર બાપાસીતારામનગરમાં એક મકાનમાં કેટલાક શખ્‍સો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્‍સ. સંજયભાઇ ચાવડા, કોન્‍સ ઉમેશભાઇ ચાવાડ, જગદીશભાઇ વાંક અને દિપકભાઇ ડાંગરને બાતમી મળતા બાપાસીતારામનગર શેરી નં.૧માં આવેલા ચેક મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા મકાન માલીક વિજય નાથાભાઇ રાઠોડ,ચુનારાવાડ શેરી નં. ર ના ભનુ સોંઢાભાઇ સભાડ, કે.કે.વી.લ હોલ પાછળ ઝુપડામાં  રહેતો વિજય નારણભાઇ સોલંકી, કુબલીયાપરા શેરી નં. પ ના સંદીપ કાનજીભાઇ સોલંકી, બાપાસીપારામનગર શેરી નં.૪ના વિનોદ બીજલભાઇ પરમાર, ભવાનીનગર શેરી નં. પના જયેશ ભીખુભાઇ ભટ્ટી, રૈયા રોડ, આર.એમ.સી.કવાર્ટર બ્‍લોક નં. ૧૪ કવાર્ટર નં.૪રના તેજસ બળવંતરાય ઠાકર, નવી ઘાંચીવાડ શેરી નં.૬ ના શૌકત હુશેનભાઇ કરગથરા, શેરી નં.૧ ના નીઝામ અનવરભાઇ અગવાન, દુધસાગર રોડ શ્રમજીવી સોસાયટી શેરી નં. ૧ના આસીફ આદમભાઇ રાઉમ, કેવાવાડી શેરી નં.૧ના મોહિત ચંદ્રકાંતભાઇ ફીચડીયા, કુબલીયાપરા શેરી નં.પના જયોતીબેન જેન્‍તીભાઇ રાઠોડ, અને પારૂલબેન સંદીપભાઇ સોલંકીને પકડી લઇ રૂા.૧,૦૬,ર૧૦ ની રોકડ સહિતની મત્તા કબ્‍જે કરી હતી આ કામગીરી પી.આઇ.જે.વી. ધોળાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એ.બી.વોરા, હેડ કોન્‍સ. અશોકભાઇ કલાલ,ધીરેનભાઇ, કિરતસિંહ, સંજયભાઇ ઉમેશભાઇ, મહેશભાઇ, દિપકભાઇ, જગદીશભાઇ તથા કોન્‍સ. ગાયત્રીબા ગોહિલ દ્વારા કરવામાં આવી હતી.

 જયારે બીજા દરોડામાં પી.એસ.આઇ.બી.જે. કડછા તથા કોન્‍સ પ્રતાપસિંહ મોયાને મળેલી બાતમીના આધારે ગઢડા ગામની સીમમાં આવેલી વાડીના મકાનમાં દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા વાડીમાલીક રમેશ લાલજીભાઇ ગઢીયા (રહે. ગઢકા), લક્ષ્મીપરાના ભાવેશ જીતેન્‍દ્રભાઇ, જયસ્‍વાલ, સહકાર મેઇન રોડ નવનીત ડેરી સામે શેરી નં. ૧ના દામજી નાનજીભાઇ સિધ્‍ધપુરા, મોચીબજાર કૃષ્‍ણનગર-૧ શેરી નં. ૧ના અફઝલ મહંમદભાઇ ચૌહાણ, દુધસાગર રોડ રીધ્‍ધી સિધ્‍ધી સોસાયટી બ્‍લોક નં. ૧૦ર૧ ના કાદર બાવામીયા કાદરી, મોચીબજાર ખાડામાં મીલની બાજુમાં રહેતો યુસુફ ગનીભાઇ સસરાયા, રામનાથપરા કુભારવાડા શેરી નં. ૧૧ ના પીયુષ પ્રાણજીવનભાઇ સોની તથા દુધસાગર રોડ આકાશ મીલ સોસાયટી શેરી નં. ૮ ના કિરીટ યશવંતભાઇ નાંઢાને પકડી લઇ રૂા.પ૦૩પ૦ ની રોકડ તથા ઇકો કાર મળી રૂા.૧,૩૦,૩પ૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. હેડ કોન્‍સ. વિક્રમભાઇ ગમારા, ઉપેન્‍દ્રસિંહ ઝાલા, જીજ્ઞેશભાઇ મારૂ, પ્રતાપસિંહ મોયા તથા દેવાભાઇ ધરજીયા દ્વારા કરવામાં આવી હતી.

જયારે ત્રીજા દરોડામાં ડી.સી.પી.ઝોન-૧ ની એલ.સી.બી.ની ટીમના કોન્‍સ દિવ્‍યરાજસિંહ જાડેજા અને સત્‍યજીતસિંહ જાડેજાને બાતમી મળતા માર્કેટીંગયાર્ડના નાલા પાસે સાગરનગર ખટારા સ્‍ટેન્‍ડ પાસે દરોડો પાડી તીનપત્તીનો જુગાર રમતા ભાવનગર રોડ બેડીપરા પોલીસ ચોકી સામે રહેતા રામવજુભાઇ પરમાર, નિર્મળ મનુભાઇ મકવાણા, સંતકબીર રોડ ગોકુલનગર આવાસના કવાર્ટર બ્‍લોક નં. ૪ના સાજણ નારણભાઇ સાનીયા, અને નવાગામ મામાવાડી પ૦ વારીયા કવાર્ટર  પાસેના પોપટ નાગજીભાઇ બોસરીયાને પકડી લઇ રૂા.ર૩,૬૦૦ ની રોકડ સહિતની મતા કબ્‍જે કરી હતી આ કામગીરી પી.એસ.આઇ. વી.કે.ઝાલા, સામતભાઇ ગઢવી, વિજેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ દીવ્‍યારાજસિંહ જાડેજા, સત્‍યજીતસિંહ જાડેજા, પૃથ્‍વીરાજસિંહ ચુડાસમા દ્વારા કરવામાં આવી હતી.

(3:20 pm IST)