Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

ઈવનીંગ પોસ્ટમાં આજે- કાલે સંગીત સંધ્યા

રાજકોટઃ સરગમ કલબ સંચાલિત સીનીયર સીટીઝન પાર્ક ઈવનિંગ પોસ્ટમાં આજે સાંજે શનિવારે ૫ઃ૩૦ કલાકે એક સંગીત સંધ્યા મ્યુઝીકલ ગ્રુપ દ્વારા તેમજ કાલે રવિવારે સાંજે ૫ઃ૩૦ કલાકે સ્વર સાધના મ્યુઝીકલ ગ્રુપ દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવેલ છે. કાર્યક્રમને સફળ બનાવવા માટે સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ ઈવનિંગ પોસ્ટનાં ઈન્ચાર્જ મનસુખભાઈ મકવાણા, અસિતભાઈ ભટ્ટ અને દિલીપભાઈ સોની જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:47 pm IST)