Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

બિપીન અને ગણપત ભરવાડે ત્રણ ટ્રેકટર ચોરી રંગ બદલી ભાડામાં મુકી દીધા’તાઃ ક્રાઇમ બ્રાંચે દબોચ્યા

મોજશોખ માટે ટૂંકા રસ્તે પૈસા મેળવવા આવા રવાડે ચડી ગયા’તાઃ ૧૧ લાખના ટ્રેકટર કબ્જ : આજીડેમ ચોકડી પાસે રહેતાં મુળ બોટાદ અને ધંધુકા પંથકના બંનેની ધરપકડ

ડીસીબીના સિધ્ધરાજસિંહ જાડેજા, નગીનભાઇ ડાંગર અને મયુરભાઇ પટેલની બાતમીઃ ઍસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, પીઆઇ જે. વી. ધોળાની રાહબરીમાં પીઍસઆઇ ઍમ. જે. હુણની ટીમની કામગીરી
 

તસ્વીરમાં વિગતો જણાવતાં ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા સાથે પીઆઇ જે. વી. ધોળા, પીઍસઆઇ ઍમ. જે. હુણ અને બાતમી મેળવનારા કર્મચારી તથા ટીમ જાઇ શકાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૬ઃ શહેરમાંથી અલગ અલગ સ્થળેથી ત્રણ ટ્રેકટરની ચોરી થઇ હતી. આ ચોરીઅોને ભેદ ક્રાઇમ બ્રાંચે ઉકેલી મુળ બોટાદ અને ધંધુકા પંથકના બે શખ્સોને પકડી લઇ ૧૧ લાખના ત્રણ ચોરાઉ ટ્રેકટર કબ્જે કર્યા છે. આ બંને શખ્સો ટ્રેકટર ચોરી તેના રંગ બદલી અલગ અલગ જગ્યાઍ કોન્ટ્રાક્ટમાં મુકી ભાડુ ખાતા હતાં. 
પોલીસે ટ્રેકટરની ચોરીના ગુનામાં બિપીન રાજુભાઇ સાટીયા (ભરવાડ) (ઉ.૨૯-ધંધો ડ્રાઇવીંગ, રહે. આજીડેમ ચોકડી સુંદરમ્ પાર્ક-૩, મુળ નાનુ જીંજાવદર તા. ગઢડા, બોટાદ) તથા ગણપત જગાભાઇ મીર (ભરવાડ) (ઉ.૧૯-ધંધો હાર્ડવેરના કારખાનામાં નોકરી, રહે. માનસરોવર પાર્ક-૩, આજીડેમ ચોકડી પાસે, મુળ ત્રાડીયા તા. ધંધુકા-અમદાવાદ)ને ડીસીબીના હેડકોન્સ. સિધ્ધરાજસિંહ જાડેજા, કોન્સ. નગીનભાઇ ડાંગર અને હેડકોન્સ. મયુરભાઇ પટેનલી બાતમી પરથી પકડી લીધા છે.
માહિતી મળી હતી કે આ બંને શખ્સો ટ્રેકટરને ડાયરેક્ટ કરી ચોરી કરી બાબરા પાસે જુનવદર ગામે લઇ જતાં હતાં અને ટ્રોલીમાં રંગ બદલાવી નાંખતા હતાં. બાદમાં કોન્ટ્રાક્ટમાં ભાડેથી મુકી દઇ રોકડી કરતાં હતાં. ઍકાદ વર્ષ પહેલા બિપીન અને ગણત બાઇક લઇને રાજકોટ આજી જીઆઇડીસીમાં આવ્યા હતાં અને મેસ્સી ફરગ્યુશન કંપનીનું ટ્રેકટર ડાયરેકટ કરી હંકારીને લઇ ગયા હતાં. જેનો ગુનો નોથોરાળા પોલીસમાં નોîધાયો હતો. જ્યારે સાતેક મહિના પહેલા થોરાળા પાસે પેટ્રોલ પંપ પાસેની શેરીમાંથી ઍક ટ્રેકટર ટ્રોલી સહિતનું ચોરી ગયા હતાં. ઉપરાંત આજથી બાર દિવસ પહેલા કોઠારીયા ચોકડીથી ગોîડલ ચોકડી તરફ સર્વિસ રોડ પર પીરવાડીની પાછળથી ઍક ટ્રેકટર ટ્રોલી સહિત ચોરી કર્યુ હતું. જેનો ગુનો આજીડેમ પોલીસમાં નોîધાયો હતો.
બિપીન અગાઉ મારામારીમાં અને ખૂનની ધમકીના ગુનામાં પકડાયો હતો. પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજાની સુચના અને ઍસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની રાહબરીમાં પીઆઇ જે. વી. ધોળા તથા પીઍસઆઇ ઍમ. જે. હુણ, હેડકોન્સ. મયુરભાઇ પટેલ, અમિતભાઇ અગ્રાવત, સિધ્ધરાજસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. નગીનભાઇ ડાંગર, સંજયભાઇ રૂપાપરા, પ્રદિપસિંહ જાડેજા અને ભાવેશભાઇ ગઢવીઍ આ કામગીરી કરી હતી. (૧૪.૮)

(2:46 pm IST)