Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

બજરંગવાડી પોલીસ ચોકી પાસે કિરણ પરમારે ઝેરી દવા પી લેતા સારવારમાં

વ્‍યાજખોરોની ઉઘરાણીથી ત્રાસી પગલુ ભર્યાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૬ : જામનગર રોડ બજરંગવાડી પોલીસ ચોકી પાસે થોરાળાના ગોકુલપરામાં રહેતા યુવાને ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ થોરાળાના ગોકુલપરામાં રહેતા કિરણ કિશોરભાઇ પરમાર (ઉ.૩૫) એ જામનગર રોડ પર બજરંગવાડી પોલીસ ચોકી પાસે ઝેરી દવા પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે. આ બનાવમાં કિરણ પ્રાઇવેટ નોકરી કરે છે. તેને સંતાનમાં એક પુત્રી છે. તેણે ત્રણ જેટલા વ્‍યકિતઓ પાસેથી એક લાખ વ્‍યાજે લીધા હતા. આ શખ્‍સો પૈસાની ઉઘરાણી કરતા કિરણભાઇએ આ પગલુ ભર્યુ હોવાનું તેના ભાઇએ આક્ષેપ કર્યો છે. આ અંગે ગાંધીગ્રામ પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:38 pm IST)