Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

રેલનગર પાસે કવાટરમાં વિશાલ રાઠોડે ફીનાઇલ પી લેતા સારવારમાં

પત્‍ની જતી રહેતા યુવાને પગલુ ભર્યુ

રાજકોટ તા. ૨૬ : રેલનગરમાં ખુદીરામ બોઝ ટાઉનશીપમાં રહેતા યુવાને ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો છે.

મળતી વિગત મુજબ રેલનગર ખુદીરામ બોઝ ટાઉનશીપમાં રહેતા વિશાલ નરેશભાઇ રાઠોડ (ઉ.૩૨) એ પોતાના ઘરે ફીનાઇલ પી લેતા તેને સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. વિશાલ પ્રાઇવેટ નોકરી કરે છે. છ વર્ષ પહેલા ડીલેવરી વખતે પત્‍નીનું મોત નિપજ્‍યું હતું. બાદ તેણે છ મહિના પહેલા મોરબી રોડ પર રહેતી મહિલા સાથે મૈત્રીકરાર કર્યા હતા. ૨૨ દિવસ પહેલા મહિલા જતી રહેતા તે ગુમસુમ રહેતો હતો. આ અંગે પ્ર.નગર પોલીસે તપાસ હાથ ધરી છે.

(2:36 pm IST)