Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

રાજકોટનો રંગીલો રંગકર્ર્મી સ્વ. રવિન્દ્ર પંડયા

તા.૨૭મીએ વિશ્વ રંગભૂમિ દિન રવિન્દ્રના પિતા જયંત પંડયા પણ નાટયકર્મી હતા અને તેના સમયની પ્રખ્યાત નાટય સંસ્થા સૌરાષ્ટ્ર કલા કેન્દ્રના સોનાનો સુરજ 'જંતરવાળો જુવાન' માનવતાનો મુલ જેવો ઘણા સુંદર નાટકોનું લેખન અને દિગ્દર્શન કર્યુ હતું. એ વખતની ગુજરાતી ફિલ્મ 'અખંડ સૌભાગ્ય' તેમણે લખી અને અભિનીત પણ કરી હતી.

કોઇનું અચાનક જ વિદાય થવુ એ વિદાય લેનાર માટે સહજ પરંતુ સ્નેહીઓ અને સ્વજનો માટે અસહ્ય જ નહિ ઘાત જેવો આઘાત બની રહે. રંગમચ રેડીયો અને ટીવીનો એક સમયનો રાજકોટ સ્થિત નાટયકલાકાર મિત્ર રવિન્દ્ર પંડયાએ આવો જ આઘાત આપ્યો હતો તા.૧૨/૦૯/૨૦૦૯ના દિને વ્યકિતએ વ્યકિતએ વ્યકિતઓને જુદા જુદા સગપણ હોવાના.૭૦/૮૦/૮૫ના ગાળામાંં અમારે એમની સાથે નાટય અભિનય સગપણનો ગાઢ નાતો રહયો.

રવિન્દ્રના પિતા સ્વ. જયંત પંડયાએ પોતાના જમાનાના વિદ્વવત નાટયકર્મી- પ્રેમીઓ ડો. રમણલાલ યાજ્ઞિક અને ગજાનન જોષીની હંૂફે તેમજ ગુલાબભાઇ શાહ-લાભુભાઇ દવે સંચાલીત નાટય સર્જન ક્ષેત્રે કુલ ફલેજમાં પ્રવૃત સૌરાષ્ટ્રકલા કેન્દ્રના ઘણાં ઉત્તમ નાટકોના લેખન-દિગ્દર્શનની જવાબદારી નિભાવી હતી. બે-એક ગુજરાતી ફિલ્મો માહેની અખંડ સૌભાગ્ય ફિલ્મના લેખક તથા અભિનેતા પણ તેઓ રહયા હતા. પરંતુ માત્ર ૪૦ની યુવા વયે જયંતભાઇએ વિદાય લઇ લીધી.

ગ્રેજયુએશન લીધું અને રવિન્દ્રને જીઇબીમાં નોકરી મળી ગઇ પોતાના નાટય વારસાથી પ્રેરાઇ સંગીત નૃત્ય અને નાટય અકાદમીમાં એકાદ વર્ષની નાટય તાલીમ બાદ ૧૯૭૦-૮૦ના દાયકાએ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર રવિન્દ્ર કલા ભવન અને મન દર્પણ જેવી જાણીતી નાટયસંસ્થાઓમાં જોડાઇ અભિનય પ્રવૃત થતાં થયાં. છતમાં છકી ગયા, કુવારાની લીલા અને ઘેર બેઠા ગંગા જેવા પ્રહસનીક નાટકોમાં ડો. ભદ્રાયુ વચ્છરાજાની સ્વ. કિરણ કિકાણી, દેવાંશુ દેસાઇ, માધવી શાહ આવૃતિ નાણાવટી તથા આ લખનાર સહિતના આજના જાણીતાઓ સાથે રવિન્દ્રએ અભિનય રંગત માણી અમે સૌએ નાટક 'કુવારાએ કરી લીલા'ની ૧૯૭૬માં અમદાવાદમાં સુંદરી હોલમાની રજુઆતે હાહાકાર મચાવ્યો હતો. હું ઘેર નહિ આવુ પેટે પાટા બાંધ્યા પિતાએ છતમાં છકી ગયા પતાની જોડ દુનિયાના માને તથા અન્ય થોડા વધુ નાટકોમાં પણ તેણે અભિનય અજમાવ્યો હતો. રેડીયો-ટીવીનો પણ તે બી-હાઇ કલાકાર હોઇ તેના ઠીકાઠીક નાટકો, ટેલી ફિલ્મસમાં પણ સક્રિયતા રહી હતી. દેહાવસાન પહેલાના દોઢ-બે દાયકા તેને સંજોગો વસાત નાટકોથી અલિપ્ત થઇ જવુ પડયુ હતું. એ મળવાનું થતુ ત્યારે પોતાનો નાટય ભુતકાળ યાદ કરી કહે યાર અમે તો નીકળી ગયા પણ તમે નસીબદાર છો કે હજુ પણ નાટકોના ધુણો ધખાવી રાખી શકયા છો.

સ્વભાવે સરળ, ચહેેરે મોહરે રોનકદાર અને સ્હેજ રોનકી રવિન્દ્રનો એક માત્ર પુત્ર અંબરીશ પણ હાલમાં પીજીવીસીએલમાં નોકરી કરે છે અને પિતા અને દાદાના કલા વારસાને સંગીત આરાધક રૃપે આગળ વધારવાના પ્રયત્નમાં છે. વિશ્વરંગભૂમિ દિન નિમિતે કલાકાર મિત્ર સ્વ. રવિન્દ્ર પંડયાની સુનેહરી યાદે એક કલાકાર અનુસંધાનિક કવોટેશન અર્ધ્ય સ્વરૃપે સાદર રજુ છે. પથ્થરોને લોખંડની છીંણીથી ઘડે છે અહિના કલાકાર એમ માણસને ઠોકરોની છીંણીથી ઘડે છે. ઉપરનો કલાકાર....

(2:31 pm IST)