Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

રાજકોટ જેલના ફરાર કેદી ઘનશ્‍યામ સોલંકીને રૂરલ ફર્લો સ્‍કવોડે ઝડપી લીધો

ભરણ પોષણના ગુન્‍હામાં સજા પડતા જેલમાંથી વચગાળાની રજા લઇ રાજકોટનો ઘનશ્‍યામ નાસી ગયો'તો

રાજકોટ તા. ર૬: રાજકોટ જેલના ફરાર કેદીને રાજકોટમાંથી રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોડે ઝડપી લઇ રાજકોટ જેલમાં ધકેલી દીધો હતો.

જીલ્લા પોલીસ અધિક્ષક  બલરામ મીણા દ્વારા પેરોલ, ફર્લો વચગાળા જામીન, જેલ ફરારી, પોલીસ જાપ્‍તામાંથી ફરાર કેદીઓને પકડી અસરકારક કામગીરી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાને પો. સબ ઇન્‍સ. વી. એમ. કોલાદરા પેરોલ ફર્લો સ્‍કોર્ડ સાથે ભાગેડુ કેદીઓની તપાસમાં હતા. તે દરમ્‍યાન ભરણપોષણના ગુનામાં સજા કાપતો પાકા કામનો કેદી નામે ઘનશ્‍યામ અમરશીભાઇ સોલંકી રહે. રૈયાધાર રાધીકા પાન સેન્‍ટર પાસે, રાજકોટવાળો જે રાજકોટ મધ્‍યસ્‍થ જેલથી વચગાળા જામીન રજા પરથી ફરાર થયેલ હોય અને તે રાજકોટ રૈયાધારમાં હોવાની મળેલ માહિતીના આધારે તપાસ કરતા મળી આવતા તેને હસ્‍તગત કરી રાજકોટ મધ્‍યસ્‍થ જેલ ખાતે સોંપી આપેલ છે.

આ કાર્યવાહીમાં રૂરલ પેરોલ ફર્લો સ્‍કવોડના એ.એસ.આઇ. વકારભાઇ અરબ, પો.હે.કોન્‍સ. પ્રભાતસિંહ પરમાર, વિરરાજભાઇ ધાધલ, પો. કોન્‍સ. મહેન્‍દ્રસિંહ સોલંકી, કુમારભાઇ ચૌહાણ, રિયાઝભાઇ ભિપૌત્રા, ડ્રા. એ.એસ.આઇ. રાયધનભાઇ ડાંગર તથા ડ્રા. પો. કોન્‍સ. વિરમભાઇ સમેચા રોકાયા હતા. 

(2:31 pm IST)