Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

બે વખત ગાંજા સાથે પકડાયેલા ચેતનને પીઆઇટી હેઠળ ભુજ જેલમાં ધકેલાયો

માલવીયાનગર પીઆઇ કે. એન. ભુકણ, પીસીબી પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરીએ બજવણી કરી

રાજકોટ તા. ૨૬: માદક પદાર્થ ગાંજાના જથ્‍થા સાથે ઝડપાયેલા ચુનારાવાડ-૬માં સરવૈયા પાનવાળી શેરીમાં રહેતાં ચેતન ચમનભાઇ સાકરીયા (કોળી) (ઉ.વ.૨૪)ને પીઆઇટી એનડીપીએસ કાયદા હેઠળ ડિટેઇન કરી ભુજ પાલારા ખાસ જેલ ખાતે ધકેલી દેવામાં આવ્‍યો છે.

આ શખ્‍સ અગાઉ બી-ડિવીઝનમાં ૪૧ કિલો ગાંજા સાથે અને માલવીયાનગર પોલીસમાં ૫.૦૮૦ કિ.ગ્રા. ગાંજા સાથે ઝડપાયો હતો. આ શખ્‍સને પીઆઇટી એનડીપીએસ એક્‍ટ હેઠળ જેલમાં ધકેલવાની દરખાસ્‍ત તૈયાર કરી મોકલતાં સીઆઇડી ક્રાઇમના પોલીસ મહાનિર્દેશકે અટકાયતમાં લેવા હુકમ કરતાં હુકમની બજવણીની કાર્યવાહી માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ કે. એન. ભુકણ, પીસીબી પીઆઇ કે. એ. વાળા, પીએસઆઇ એમ. એસ. મહેશ્વરી, એએસઆઇ ઘનશ્‍યામભાઇ મેણીયા, હેડકોન્‍સ. અરૂણભાઇ બાંભણીયા, મયુરભાઇ મિયાત્રા, મશરીભાઇ ભેટારીયા, ધર્મરાજસિંહ જાડેજા, દિગપાલસિંહ જાડેજા, કોન્‍સ. કુલદિપસિંહ જાડેજા, અંકિત નિમાવત, હરપાલસિંહ જાડેજા, રોહિતભાઇ કછોટ તથા પીસીબીના રાજુભાઇ દહેકવાલ, ઇન્‍દ્રજીતસિંહ સિસોદીયા, સીઆઇડી ક્રાઇમ ગાંધીનગરના કોન્‍સ. પારસભાઇ ટાંકે આ કાર્યવાહી કરી હતી. 

(4:46 pm IST)