Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

કાળ સાચવે પગલા... સોમવારે કવિ રમેશ પારેખના કવનની રજુ થશે ભાવવંદના

જય વિઠલાણી, રીવા રાચ્છ, રોહીત હરીયાણી, દેવેન રાઠોડ, રાજલ પુજારા કાવ્ય પીરસશેઃ સંચાલન વિરલ રાચ્છ અને મિલીન્દ ગઢવી

રાજકોટઃ  આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજય સંગીત નાટક અકાદમીના સહયોગથી ‘કાળ સાચવે પગલા..’ શિર્ષક અંતર્ગત કવિશ્રી રમેશ પારેખના કવનની ભાવવંદના પીરસાશે.
આગામી ૨૮મીના સોમવારે રાત્રે ૯ વાગ્યાથી હેમુ ગઢવી હોલ ખાતે કાર્યક્રમ યોજાશે. ગુજરાતી ભાષા કવિતા જેને ગૌરવપૂર્વક યાદ કરે છે તે છ અક્ષરનું નામ ઍટલે કવિ રમેશ પારેખ. કાર્યક્રમનું દિપપ્રાગ્ટય શ્રીમતી રસીલાબેન રમેશભાઇ પારેખના હસ્તે થશે. આ પ્રસંગે મુખ્ય મહેમાનપદે નાટયકાર શ્રી ભરતભાઇ યાજ્ઞિક અને અતિથિ વિશેષ તરીકે લોકસાહિત્યકાર શ્રી સાંઇરામ દવે ઉપસ્થિત રહેશે.
‘કાળ સાચવે પગલાં’ શિર્ષક અંતર્ગત આયોજીત આ કાર્યક્રમમાં વકતા તરીકે કવિશ્રી સંજુ વાળા, શ્રી છેલભાઇ વ્યાસ, શ્રી હરેશ વડાવીયા તેમજ પ્રસ્તુતી શ્રી જય વિઠલાણી, શ્રી રિવા રાચ્છ, શ્રી રોહીત હરીયાણી, શ્રી દેવેન રાઠોડ અને શ્રી રાજલ પુજારા જયારે સુરીલી સફર ડો. ભરત પટેલ, શ્રી પીયુષ દવે, શ્રી નિધિ ધોળકીયા પિરસશે.
વિભાવના-શ્રી વિરલ રાચ્છ અને શ્રી મીલીન્દ ગઢવી રજુ કરશે. આકાર ઇવેન્ટસના શ્રી નયન ભટ્ટ અને મૃણાલીની ભટ્ટના નેજા હેઠળ કાર્યક્રમ યોજાશે.

 

(1:46 pm IST)