Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

રાજકોટ જેલમાંથી વચગાળાના જામીન પરથી ફરાર થયેલ કેદી એક વર્ષે મોરબીથી ઝડપાયો

સણોસરા ગામ પાસે આવેલ સેફ્રોન ગેસ વેલ્ડીંગ કારખાનામાંથી ઝડપી લઈને રાજકોટ મધ્યસ્થ જેલ મોકલઈ દેવાયો

રાજકોટ મધ્યસ્થ જેલમાંથી વચગાળાના જામીન પરથી એક વર્ષથી ફરાર પાકા કામના કેદીને મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી જીલ્લા પોલીસવડા સુબોધ ઓડેદરાની સુચનાથી નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવા મોરબી પેરોલ ફર્લો સ્કવોડ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાજકોટ મધ્યસ્થ જેલના પાકા કામના કેડી જગદીશ માધુભાઈ શ્રીમાળી(રહે મોડપર તા. મોરબી વાળા) ને તા. ૦૭-૧૧-૨૦૨૦ થી તા ૦૧-૦૧-૨૦૨૧ સુધીના વચગાળાના જામીન પરથી જેલ મુક્ત કરવામાં આવ્યો હતો જે કેદીને તા. ૦૧-૦૧-૨૦૨૧ ના રોજ મધ્યસ્થ જેલ રાજકોટ ખાતે હાજર થવાનું હતું પરંતુ આરોપી હાજર ના થઈને ફરાર થયો હતો જે પાકા કામના કેદીને રાજકોટ તાલુકાના સણોસરા ગામ પાસે આવેલ સેફ્રોન ગેસ વેલ્ડીંગ કારખાનામાંથી ઝડપી લઈને રાજકોટ મધ્યસ્થ જેલ મોકલવામાં આવ્યો છે
જે કામગીરીમાં એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એન બી ડાભી, પીએસઆઈ એન એચ ચુડાસમા, પોલાભાઈ ખાંભરા, રામભાઈ મંઢ, વિક્રમસિંહ બોરાણા, ચંદ્રકાંતભાઈ વામજા, જયેશભાઈ વાઘેલા, સહદેવસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા, બ્રીજેશભાઈ કાસુન્દ્રા, રવિરાજસિંહ ઝાલા સહિતની ટીમ જોડાયેલ હતી.

(10:57 pm IST)