Gujarati News

Gujarati News

News of Saturday, 26th March 2022

સંત કબીર રોડ પરથી ૧.૨૪ લાખનો દારૂ ભરેલી બોલેરો ક્રાઇમ બ્રાંચે પકડી

પીએસઆઇ બી. જે. કડછાની ટીમના હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલા, વિક્રમભાઇ ગમારા અને દેવાભાઇ ધરજીયાની બાતમી પરથી કાર્યવાહી

રાજકોટ તા. ૨૬: દારૂ જૂગારના કેસો શોધી કાઢવા પેટ્રોલીંગ કરવા મળેલી સુચના અંતર્ગત ક્રાઇમ બ્રાંચની ટીમે વધુ એક દારૂનો જથ્‍થો ઝડપી લીધો છે. સામા કાંઠે સંત કબીર રોડ પર રામાપીરના મંદિર સામેથી રૂા. ૧,૨૪,૮૦૦નો દારૂ ભરેલી બોલેરો ગાડી પકડી લઇ કુલ રૂા. ૫,૨૪,૮૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે.

બાતમી પરથી પોલીસે વોચ રાખતાં બોલેરો ગાડી નં. જીજે૦૮વી-૩૦૯૪નો ચાલક ગાડી મુકી ભાગી ગયો હતો. જેમાંથી ફરમીનોસ ઓરેન્‍જ વોડકાની ૭૫૦ એમએલની બોટલો નંગ ૨૬૪ રૂા.૧,૦૫,૬૦૦ની તથા એડ્રીયલ ગ્રીન એપલ વોડકાની ૭૫૦ એમએલની બોટલ નંગ ૪૮ રૂા.૧૯,૨૦૦ની મળી આવતાં તે તથા ચાર લાખની બોલેરો ગાડી કબ્‍જે કરી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવી છે.

ઇન્‍ચાર્જ પોલીસ કમિશનર ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયાની સુચના મુજબ પો.ઇન્‍સ. જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ ડી.સી.બી. પીએસઆઇ બી. જે. કડછામેડમ તથા ટીમના માણસો પેટ્રોલીંગમા હતા તે દરમ્‍યાન હેડકોન્‍સ. ઉપન્‍દ્રસિંહ ઝાલા, વિક્રમભાઇ ગમારા, પો. કોન્‍સ. દેવાભાઇ ધરજીયાને મળેલી બાતમી આધારે આ કાર્યવાહી થઈ હતી. ટીમ સાથે કોન્‍સ. પ્રતાપસિંહ મોયા, નિતેશભાઇ બારૈયા પણ જોડાયા હતાં.

(2:34 pm IST)