-
દયાબેન, મહેતા સાહેબ બાદ ટપ્પુએ પણ શો છોડયો access_time 10:35 am IST
-
બ્રિટનમાં એક મહિલાએ પોતાના પતિને ભાડા પર આપવાની અનોખી સર્વિસ શરૂ કરી access_time 10:52 am IST
-
ટેક્સાસમાં એક ટ્રકમાંથી ૪૬ પ્રવાસીઓના મૃતદેહ મળ્યા access_time 11:08 am IST
-
એકનાથ શિંદે જૂથના દરેક બળવાખોરને ૫૦ કરોડની ઓફર access_time 10:38 am IST
-
અદનાન સામીએ બનાવ્યા ૬ પેક્સ એબ્સ : તસવીર જોઇ ચાહકો પણ દંગ access_time 9:44 am IST
-
જાણો ટોપ ટીવી-શોની યાદીમાં તમારા ફેવરિટ શોનું સ્થાન access_time 4:00 pm IST
News of Friday, 23rd July 2021
રાજકોટમાં છેલ્લા ૧૫ કલાકમાં કોરોનાનો એકપણ રિપોર્ટ પોઝિટિવ નહિ
કુલ આંક ૪૨,૭૮૬એ પહોંચ્યોઃ આજ દિન સુધીમાં ૪૨,૩૧૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યોઃ રિકવરી રેટ ૯૮.૯૦ ટકા થયોઃ હાલમાં ૧૫ દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ તા.૧૬: શહેરમાં ગઇકાલ સાંજે ૮ વાગ્યાથી આજ બપોરનાં ૧૨ વાગ્યા સુધીમાં એકેય રિપોર્ટ પોઝિટિવ નહિ આવતા સતત ચોથા દિવસે બપોર સુધીમાં '૦' રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં ૦ કેસ નોંધાયા છે. શહેરમાં અત્યાર સુધીમાં કુલ ૪૨,૭૮૬ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. જયારે આજ દિન સુધીમાં કુલ ૪૨,૩૧૭ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. ગઇકાલે ૨૦૦૧ કુલ સેમ્પલ લેવાયા હતા.જેમાં ૧ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૦.૦૫ ટકા થયો હતો. આજ દિન સુધીમાં ૧૨,૪૭,૫૩૯ લોકોનાં ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૪૨,૭૮૬ સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૩.૫૨ ટકા થયો છે. રિકવરી રેટ ૯૮.૯૦ ટકા એ પહોંચ્યો છે. જયારે શહેરમાં હાલમાં સરકારી હોસ્પિટલ, ખાનગી હોસ્પિટલ તથા હોમ આઇસોલેશન હેઠળ ૧૫ દર્દીઓ સારવાર હેઠળ છે.
(3:18 pm IST)