Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

નવરાત્રી અને ચેટી ચાંદ પર્વની નગરજનોને શુભેચ્‍છાઃ શહેર ભાજપ

રાજકોટ તા. રરઃ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી જીતુ કોઠારી, કિશોર રાઠોડ, નરેન્‍દ્રસિંહ ઠાકુરે શહેરીજનોને આજથી શરૂ થઇ રહેલ શકિત આરાધનાના પર્વ ચૈત્રી નવરાત્રી તેમજ ચેટી ચંડના પાવન પર્વની શુભેચ્‍છા પાઠવી છે.

શકિત સંચયના પર્વ ચૈત્રી નવરાત્રીનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે, ત્‍યારે આજથી મરાઠીઓના નવા વર્ષ, ગુડી પડવા તેમજ સીંધીઓના નવા વર્ષ ચેટી ચંડની પણ ગુજરાતમાં ભાવભેર ઉજવણી થાય છે, આ જ દિવસે બ્રહ્માજીએ સૃષ્‍ટિની રચના કરી હોવાથી સૃષ્‍ટિનો પ્રારંભ દિન પણ કહેવામાં આવે છે તેમ શ્રી મિરાણી, શ્રી કોઠારી, શ્રી રાઠોડ અને શ્રી ઠાકરે જણાવેલ છે.

(4:18 pm IST)