Gujarati News

Gujarati News

News of Wednesday, 22nd March 2023

રાત્રે આંતરડાનું ઇમરજન્‍સી ઓપરેશન કરાવ્‍યા બાદ બીજે દિવસે બોર્ડની પરીક્ષા આપી!

રાજકોટઃ  ધો.૧૨ માં અભ્‍યાસ કરતા વિદ્યાર્થી અજય વાળા ને હાલ ધો.૧૨ બોર્ડની પરીક્ષા ચાલી રહી છે. તા.૨૦ માર્ચના રોજ એને અચાનક સારણગાંઠ માં આંતરડું ફસાઈ જતાં અસહ્ય દુખાવો ઉપડતાં જૂનાગઢના અનુભવી અને નિષ્‍ણાંત સર્જન ડો. શૈલેશ બારમેડાની હોસ્‍પિટલમાં તાત્‍કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવેલ, જ્‍યાં તેનું રાતોરાત તાત્‍કાલિક ત્રણ કલાકની જહેમતથી સફળતાપૂર્વક ઓપરેશન કરી ફસાયેલા આંતરડાને બચાવી લેવામાં આવેલ.

સવારે પીડા મુક્‍ત થયેલા વિદ્યાર્થી અજયભાઈ દ્વારા પરીક્ષાનું પેપર ભરવા દેવા માટે ડોકટરને વિનંતી કરતાં બધાં આ?ર્યમાં મૂકાઈ ગયા હતા! મોટું ઓપરેશન, ડ્રેનેજ ટયુબ, પેશાબની નળી અને બાટલા તથા ઇન્‍જેકશનો.. આ બધા સાથે સારવાર ચાલુ હોવા છતાં.. અજયની હિંમત અને લગન જોઈ, જરૂરી કાળજી રાખી, હોસ્‍પિટલ સ્‍ટાફને પરીક્ષા કેન્‍દ્ર પર સાથે મોકલી અનુભવી ડૉ. શૈલેશ બારમેડાએ ચાલુ સારવારે વિદ્યાર્થીના વાલીની સંમતિથી પરવાનગી આપતા અજય સફળતાપૂર્વક પરીક્ષા આપી શકયો હતો.

આવા સંજોગોમાં દર્દી અને ડોકટર, બંનેની પરીક્ષા થતી હોય છે. અનુભવી અને નિષ્‍ણાંત ડૉ. શૈલેશ બારમેડા દ્વારા યોગ્‍ય કાળજી રાખી વિદ્યાર્થીના જીવન સાથે અભ્‍યાસના અગત્‍યના વર્ષને પણ બચાવી લેતા પરિવારજનોએ ગદગદિત થઈ ડોકટર અને ઈશ્વરનો આભાર માન્‍યો હતો.

(4:08 pm IST)